નેશનલ

ચીનનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું અરુચાચલ પ્રદેશ માન્યતા નથી આપી

નવી દિલ્હી : અરુણાચલ પ્રદેશની મહિલા સાથે ચીનના અધિકારીઓ કરેલ ગેરવર્તન બાદ ભારત અને ચીન વચ્ચે આ મુદ્દે શાબ્દિક યુદ્ધ છેડાયું છે. જેમાં ભારતે આ મુદ્દે સખત વિરોધ નોંધાવ્યો છે. ત્યારે ચીને આ મુદ્દે નિવેદન કર્યું છે તેમજ મહિલાના સાથે ગેરવર્તન કર્યાનો ઇનકાર કર્યો હતો. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગે જણાવ્યું હતું કે ચીને ક્યારેય અરુણાચલ પ્રદેશને માન્યતા આપી નથી. ઝાંગનાન (દક્ષિણ તિબેટ) ચીનનો પ્રદેશ છે. આ નિવેદન સ્પષ્ટપણે અરુણાચલ પ્રદેશ પ્રત્યે ચીનની અવગણના દર્શાવે છે.

ભારત સરકારે તેની સામે સખત વિરોધ નોંધાવ્યો

જેમાં શુક્રવારે શાંઘાઈ એરપોર્ટ પર ચીનના અધિકારીઓએ અરુણાચલ પ્રદેશની એક મહિલાને અટકાયતમાં લીધી હતી . તેનો ભારતીય પાસપોર્ટ અમાન્ય ગણાવ્યો હતો. હવે ભારત સરકારે તેની સામે સખત વિરોધ નોંધાવ્યો છે. આ ઘટના અંગે માહિતી આપતા ભારતીય મહિલા પેમા વાંગ થોંગડોકે જણાવ્યું હતું કે 21 નવેમ્બરના રોજ શાંઘાઈ પુડોંગ એરપોર્ટ પર ઇમિગ્રેશન અધિકારીઓએ તેને 18 કલાક માટે અટકાયતમાં રાખી હતી અને કહ્યું હતું કે પાસપોર્ટ “અમાન્ય” છે કારણ કે તેનું જન્મસ્થળ અરુણાચલ પ્રદેશ છે જે ચીનનો હિસ્સો છે.

આ પણ વાંચો: ‘તમે ચીનના નાગરિક છો’ અરુણાચલની મહિલાને એરપોર્ટ પર 18 કલાક રોકી રાખી; ભારતે વિરોધ નોંધાવ્યો…

ભારતીય નાગરિકતાને માન્યતા આપવાનો ઇનકાર

તેમજ થોંગડોકના નિવેદન મુજબ, અરુણાચલ પ્રદેશને તેમના જન્મસ્થળ તરીકે જોયા બાદ ચીની ઇમિગ્રેશન અધિકારીઓએ તેમના ભારતીય પાસપોર્ટને કથિત રીતે અમાન્ય જાહેર કર્યો હતો. અધિકારીઓએ તેમની ભારતીય નાગરિકતાને માન્યતા આપવાનો ઇનકાર કર્યો, તેમને કહ્યું, અરુણાચલ પ્રદેશ ચીનનો ભાગ છે. તેમનો પાસપોર્ટ જપ્ત કરવામાં આવ્યો હતો અને માન્ય જાપાની વિઝા હોવા છતાં તેમને આગળની ફ્લાઇટમાં જતા અટકાવવામાં આવ્યા હતા.

અરુણાચલ પ્રદેશ ભારત દેશનો અભિન્ન હિસ્સો

તાજેતરના વર્ષોમાં, ચીને અરુણાચલ પ્રદેશના કેટલાક ગામો અને શહેરોના નામ બદલીને એક નકશો જાહેર કર્યો હતો. ચીન અરુણાચલ પ્રદેશના સાથે જોડાયેલી બોર્ડર પાસે સૈન્ય સુવિધાનું મોટાપાયે નિર્માણ કરી રહ્યું છે, અને સેના-શસ્ત્રોનો જમાવડો પણ વધારી રહ્યું છે. ભારત અરુણાચલ પ્રદેશ સતત સ્પષ્ટ શબ્દોમાં કહેતું આવ્યું છે કે અરુણાચલ પ્રદેશ ભારત દેશનો અભિન્ન હિસ્સો છે.

વર્ષ 1914માં બ્રિટિશ ભારત અને તિબેટ વચ્ચે થયેલા સિમલા સંમેલન દરમિયાન નક્કી કરવા આવેલી મેકમોહન લાઇનને ચીન આંતરરાષ્ટ્રીય સરહદ તરીકે સ્વિકારવાની મનાઈ કરી રહ્યું છે. ચીન જણાવે છે કે આ કરાર માટે ચીન પક્ષકાર ન હતું.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button