નવી દિલ્હી: સામ્રાજ્યવાદી ચીન ભારત સાથે જોડાયેલી બોર્ડર પર સતત દબાણ વધારી રહ્યું છે, ચીન લદાખ અને અરુણાચલ પ્રદેશ પર પાસે રોડ બાંધી રહ્યું છે અને સૈન્ય ક્ષમતા વધારી રહ્યું છે. એવામાં ભારત માટે વધુ એક ચિંતાજનક સમાચાર છે.
અરુણાચલ પ્રદેશ(Arunachal Pradesh)ના સંવેદનશીલ ફિશટેલ્સ પ્રદેશ(Fishtails area)ની નજીક LACથી 20 કિલોમીટર પૂર્વમાં એક નવું હેલીપોર્ટ (China Heliport)બાંધ્યું છે. આ હેલીપોર્ટની મદદથી ચીની સૈન્ય બોર્ડર વિસ્તારમાં ઝડપથી પરિવાહન કરી શકાશે.
એક અહેવાલ મુજબ આ હેલીપોર્ટ તિબેટ સ્વાયત્ત પ્રદેશના નિંગચી પ્રીફેક્ચરમાં ગોંગરીગાબુ ક્યુ નદી(Gongrigabu Qu river)ના કિનારે આવેલું છે. આ હેલીપોર્ટ ચીની અધિકાર હેઠળના ક્ષેત્રમાં છે, આ પ્રદેશ માટે ભારતનો ચીન સાથે વિવાદ નથી.
EOS ડેટા એનાલિટિક્સ પર ઉપલબ્ધ ઓપન-સોર્સ સેટેલાઇટ ઇમેજરી દર્શાવે છે કે 1 ડિસેમ્બર, 2023 સુધી, જ્યાં હેલિપોર્ટનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે ત્યાં કોઈ બાંધકામ થયું ન હતું. 31 ડિસેમ્બરની સેટેલાઇટ ઇમેજ, બાંધકામ માટે જમીન સાફ કરવામાં આવી રહી હોવાનું દર્શાવે છે. 16 સપ્ટેમ્બર 2024ના રોજ શૂટ કરાયેલી લેટેસ્ટ મેક્સર-સોર્સ્ડ હાઇ-રિઝોલ્યુશન ઇમેજમાં દેખાય છે હેલીપોર્ટનું બાંધકામ ઘણું આગળ નીકળી ગયું છે.
જીઓસ્પેશિયલ ઇન્ટેલિજન્સ નિષ્ણાતોના જણાવ્યા મુજબ “આ નવું હેલીપોર્ટ પીપલ્સ લિબરેશન આર્મી (PLA) ને ગુપ્ત માહિતી-એકત્રીત કરવા, દેખરેખ રાખવા અને જાસૂસી પ્રવૃત્તિઓને વધુ તીવ્ર બનાવવા મદદ કરશે. હેલિપોર્ટના નિર્માણને કારણે દૂરના વિસ્તારોમાં ઝડપી સૈનિકોની તૈનાતી માટે મદદ કરશે.”
ભારતીય સેનાના પૂર્વ અધિકારીએ જણાવ્યું કે “આ હેલિપોર્ટ ‘સંવેદનશીલ’ ગણવામાં આવતા મુખ્ય વિસ્તારો માટે ખતરો બની રહેશે.’
નિર્માણાધીન હેલીપોર્ટમાં 600-મીટરનો રનવે છે જેનો ઉપયોગ હેલિકોપ્ટરના રોલિંગ ટેક-ઓફ માટે થઈ શકે છે. હેલીપોર્ટમાં ત્રણ હેંગર, હેલિકોપ્ટર મૂકવા માટે એક મોટો એપ્રોન વિસ્તાર, એર ટ્રાફિક કંટ્રોલ સુવિધા અને સંબંધિત ઇમારતો અને માળખાં પણ છે.
Also Read –