G20માં ચીન સીક્રેટ બેગ લાવ્યું હતું અને કોઇને ચેક કરવાની પરવાનગી પણ ન હતી…
નવી દિલ્હી: G20 સમિટની બેઠક પૂરી થયાને બે દિવસ થઇ ગયા છે. ત્યારે આ દરમિયાન બનેલી ઘટનાઓ ધીરે ધીરે બહોર આવી રહી છે. આવી જ એક ઘટના હોટલ તાજ પેલેસમાં બની જેમાં ચીનની બેગ સુરક્ષા એજન્સીઓ માટે કોયડો બની રહી હતી. કારણ કે તે લોકો બેગ ચેક કરવાની પરવાનગી આપતા નહોતા અને એજન્સીઓએ તે બેગને તપાસ્યા વિના અંદર લઈ જવાની પરવાનગી આપી શકતા નહોતા.
જ્યારે ચીનનું પ્રતિનિધિમંડળ 8 સપ્ટેમ્બરના રોજ તાજ હોટલ પહોંચ્યું ત્યારે તેમની પાસે એક બેગ હતી જેને ચેક કરીને અંદર જવા દેવાની હતી પરંતુ જ્યારે પોલીસે તે બેગ તપાસવાનું કહ્યું ત્યારે તેમણે તેને ચેક કરાવવાની ના પાડી દીધી હતી. ઘણા કલાકો સુધી પોલીસ તેમને સમજાવતી રહી પરંતુ ચીનના પ્રતિનિધિ ટસ ના મસ ના થયા અને આખરે ચીનના પ્રતિનિધિમંડળના એક સભ્ય ચીનના દૂતાવાસ પરત ફર્યા હતા.
સ્ટાફના ઉપરી અધિકારીએ ટીમને સ્કેનર દ્વારા બેગ તપાસવા કહ્યું હતું જેમાં સ્ટાફે જણાવ્યું હતું કે બેગમાં કેટલાક શંકાસ્પદ સાધનો પણ હતા. આથી રાજદ્વારી પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને સુરક્ષાકર્મીઓએ બેગને અંદર જવા દીધી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર ત્યારબાદ આવેલા દરેક ચીની પ્રતિનિધિમંડળે તેમની તમામ બેગની તપાસ કરવા દીધી હતી. પરંતુ અગાઉ જે બેગની તપાસ નહોતી થઇ તે બેગમાં શું હતું તે હજુ સ્પષ્ટ થયું નથી. કથિત રીતે તણાવપૂર્ણ મડાગાંઠ ત્યારે થઈ જ્યારે સુરક્ષા કર્મચારીઓએ ચીનના પ્રતિનિધિમંડળને તેમની બેગ સ્કેન કરવાની મંજૂરી આપવા માટે કહ્યું પરંતુ કોઇ પણ સંજોગોમાં હું મારી બેગ ચેક કરવા નહી આપું તેમ કહ્યું એટલે ના છૂટકે સુરક્ષાકર્મીઓએ તે પ્રતિનિધિને અંદર આવવાની પરવાનગી જ ના આપી.
ચીનના આ એક વ્યક્તિ સિવાય તમામ પ્રતિનિધિઓ ચેકિંગ માટે આવ્યા હતા. સુરક્ષા કર્મચારીઓને વધુ આશ્ચર્ય થયું જ્યારે તેમને ખબર પડી કે ચીનના પ્રતિનિધિએ અલગ અને ખાનગી ઇન્ટરનેટ કનેક્શન’ માંગ કરી છે. જો કે હોટેલે તેમની વિનંતીને નકારી કાઢી હતી, જેના કારણે 12 કલાક સુધી ડ્રામા ચાલ્યો હતો.