ભૂટાનના મહત્વના વિસ્તારમાં ‘China’નું સૌથી મોટું અતિક્રમણ, સેટેલાઈટ ઈમેજમાં ખુલાસો
![Beijing's construction activity comes despite ongoing border talks with Bhutan. High-res pic](/wp-content/uploads/2024/01/Beijings-construction-activity-comes-despite-ongoing-border-talks-with-Bhutan.-High-res-pic.webp)
નવી દિલ્હી: ચીન તેના પાડોશી દેશોના વિસ્તારો પણ અતિક્રમણ કરવા સતત પ્રયત્નો કરી રહ્યું છે. તાજેતરમાં જાહેર થયેલો સેટેલાઈટ ઈમેજીસનો સેટ દર્શાવે છે કે ચીન ઈશાન ભૂટાનના બેયુલ ખેનપાજોંગ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે નદીની ખીણમાં ટાઉનશીપ બાંધી રહ્યું છે, આ તસ્વીરો એક મહિના કરતાં પણ ઓછી જૂની છે, ભૂતાનનો આ વિસ્તાર સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે.
![](/wp-content/uploads/2024/01/A-satellite-image-from-December-21-2023-shows-the-construction-of-a-township-in-Beyul-Khenpajong-one-of-many.-An-earlier-image-from-November-9-2020-shows-construction-had-not-begun.-High-res-pic.jpg)
ભૂટાનની વસ્તી 8 લાખથી ઓછી છે. ચીનને તેના ઉત્તર, પશ્ચિમ અને દક્ષિણપશ્ચિમ પરિઘમાં અતિક્રમણ કરવાનું ચાલુ રાખ્યું છે, ચીન હિમાલયની સીમાવર્તી જમીન પર કબજો કરી રહ્યું છે.
જાણકારોનું કહેવું છે, “આ કિસ્સો દર્શાવે છે કે ચીન ઓછા શક્તિશાળી પાડોશી માટે ખૂબ જ સાંસ્કૃતિક મહત્વ ધરવતા સ્થળો પર આયોજન પૂર્વક દાવો કરે છે, કેમ કે પાડોશી પાસે તેનો પ્રતિભાવ માટે વિકલ્પો ઓછા હોય છે.”
એક તરફ ચીન ભૂટાન સાથે સરહદી વાટાઘાટો ચલાવી રહ્યું છે, ત્યારે બીજી તરફ ભૂતનના વિસ્તારમાં ચીન બાંધકામ પ્રવૃત્તિઓ કરી રહ્યું છે, જકરલુંગ પ્રદેશમાં ચીનની બાંધકામ પ્રવૃત્તિ સૂચવે છે કે ચીનનો આ વિસ્તારોમાંથી પાછા હટાવાનો ઈરાદો નથી.
![](/wp-content/uploads/2024/01/Chinas-land-grab-of-Bhutanese-territory-spreads-across-the-north-west-and-south-of-the-country.-High-res-pic.jpg)
બેયુલ ખેનપાજોંગમાં ચીનની બાંધકામ પ્રવૃત્તિ અંગેના પ્રશ્નોના જવાબમાં, ભારતમાં ભૂટાનના નિવૃત રાજદૂતે જણાવ્યું હતું કે, “હું જણાવવા માંગુ છું કે અમે સીમા વાટાઘાટો દરમિયાન હંમેશા ભૂટાનના પ્રાદેશિક હિતોનું સમર્થન અને રક્ષણ કરીશું.”
નવેમ્બર 2020 ની અગાઉની આ વિસ્તારની સેટેલાઈટ તસ્વીરો દર્શાવે છે કે વર્ષ 2020 થી બેયુલ ખેનપાજોંગ રોડ નેટવર્કને બનાવવા માટે ખીણો અને ટેકરીઓ કોતરવામાં આવી હતી.
ભૂટાનના ભાગો પર ચીનનો કબજો ભારત માટે પણ ગંભીર સુરક્ષા અસરો ધરાવે છે. 2017 માં, સિક્કિમને અડીને આવેલા ડોકલામ ઉચ્ચપ્રદેશમાં ભારતીય અને ચીની સૈનિકો સામસામે આવી ગયા હતા. ચીન આ વિસ્તારમાં બનાવેલા રસ્તાને લંબાવવા પ્રયત્નો કરી રહ્યું છે.
![](/wp-content/uploads/2024/01/Image-showing-three-separate-conclaves-in-the-Beyul-Khenpajong-region-connected-with-an-extensive-road-network.-Construction-work-has-been-going-on-for-the-past-three-years.-High-res-pic.jpg)