નેશનલશેર બજાર

ચીનના જાપાનના સી-ફૂડ પર પ્રતિબંધના અહેવાલથી ભારતીય કંપનીઓને ફાયદો, શેરના ભાવમાં ઉછાળો

નવી દિલ્હી : ચીન દ્વારા જાપાનના સી-ફૂડ પર આયાત પ્રતિબંધ મુકવાના અહેવાલથી ભારતીય સી-ફૂડ કંપનીઓને ફાયદો થયો છે. જેની અસર તેમના શેરના ભાવ પર જોવા મળી છે. ચીન દ્વારા જાપાનના સી-ફૂડ પર આયાત પ્રતિબંધના અહેવાલે ભારતીય સી-ફૂડ કંપનીઓના શેરના ભાવમાં 5 ટકાથી લઈને 11 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે.

સીફૂડ નિકાસકારોના શેરમાં 11 ટકા સુધીનો ઉછાળો

જેમાં બુધવારે ભારતીય સીફૂડ નિકાસકારોના શેરમાં 11 ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો. અવંતિ ફીડ્સ લગભગ 10 ટકા વધીને બંધ થયો. જે બે મહિનાથી વધુ સમયમાં તેનો સૌથી મોટો ઇન્ટ્રાડે વધારો છે.

કોસ્ટલ કોર્પોરેશનના શેરમાં 5 ટકાનો ઉછાળો આવ્યો. કંપનીએ એપ્રિલમાં યુએસ બજાર પર તેની નિર્ભરતા ઘટાડવાની વ્યૂહરચનાના ભાગ રૂપે ચીન અને અન્ય દેશોમાં નિકાસ વધારવાની યોજનાની જાહેરાત કરી હતી.

આપણ વાચો: કેન્દ્રનો બાંગ્લાદેશ આયાત પ્રતિબંધ: આર્થિક અસર છતાં રાષ્ટ્રીય સુરક્ષા કેમ મહત્વની?

ભારતીય સીફૂડ નિકાસકારોને ફાયદો

મીડિયા અહેવાલો અનુસાર, ચીને જાપાનમાંથી આયાત સ્થગિત કરવાની તેની યોજનાની જાણ કરી છે. આ પગલાથી સી- ફૂડની માંગ ભારત જેવા વૈકલ્પિક સપ્લાયર્સ તરફ વળી શકે છે. ચીને થોડા મહિના પહેલા જાપાની સીફૂડ પરના નિયંત્રણો આંશિક રીતે હળવા કર્યા હતા.

જો કે, પ્રતિબંધના નવા અહેવાલ મુજબ જાપાનની સીફૂડ નિકાસ કંપનીઓને મોટો ફટકો પડી શકે છે. જયારે બીજી તરફ ચીનની માંગમાં સંભવિત વધારો ભારતીય સીફૂડ નિકાસકારો માટે મહત્વની સાબિત થઈ શકે છે, કારણ કે તે હાલ અમેરિકા દ્વારા લાદવામાં આવેલા ભારે ટેરિફનો સામનો કરી રહ્યા છે.

આપણ વાચો: ભારતે બાંગ્લાદેશને આપ્યો વધુ એક આંચકો, હવે આ ઉત્પાદનોની આયાત પર પ્રતિબંધ મૂક્યો

અમેરિકામાં નિકાસમાં લગભગ 9 ટકાનો ઘટાડો

ગયા વર્ષે, ભારતની કુલ વૈશ્વિક સીફૂડ નિકાસ 7.4 બિલિયન ડોલરની હતી. જેમાં ઝીંગાનો હિસ્સો 40 ટકા હતો. આ ઉપરાંત ટેરિફ મુદ્દાને કારણે શિપમેન્ટ પર વધતા દબાણને કારણે કંપનીઓ નિકાસ બજારોમાં વૈવિધ્યીકરણ કરવાનો પ્રયાસ કરી રહી છે. જયારે અમેરિકાના ટેરિફ બાદ ઓક્ટોબરમાં અમેરિકામાં નિકાસમાં લગભગ 9 ટકાનો ઘટાડો થયો હતો.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button