MPમાં અલ્લાહ બોલવા પર બાળકો પર થપ્પડવારી; પોલીસે નોંધી ફરિયાદ
રતલામ: મધ્યપ્રદેશના રતલામમાંથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહી ત્રણ બાળકોને અલ્લાહ બોલવા પર થપ્પડ મારવામાં આવી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે યુવકે બાળકોને જય શ્રી રામ કહેવામાં આવ્યું હતું અને જ્યાં સુધી તેઓ જય શ્રી રામ ન બોલ્યા ત્યાં સુધી તે તેને મારતો રહ્યો. બાળકો રડતા રહ્યા પણ યુવક અટક્યો નહિ. થપ્પડ મારતા મારતા બાદ તેણે ચપ્પલ ઉતારીને બાળકોને મારવાનું શરૂ કર્યું.
વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ
આ ઘટના એકાદ મહિના જુની હોવાનું કહેવાય છે. આ મામલાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ આ ઘટના પ્રકાશમાં આવી હતી. આ વ્યક્તિએ જેને માર માર્યો તે ત્રણ બાળકોમાં એક 6 વર્ષના બાળકનો પણ સમાવેશ થાય છે. જ્યારે અન્ય બેની ઉંમર 11 અને 13 વર્ષ હોવાનું કહેવાય છે. યુવક વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે.
મામલો એક મહિનો જૂનો
અંગ્રેજી અખબારના જણાવ્યા અનુસાર, ગુરુવારે ત્રણ છોકરાઓના પરિવારજનો માણક ચોક પોલીસ સ્ટેશન પહોંચ્યા અને આરોપી છોકરા વિરુદ્ધ ફરિયાદ નોંધવાની માંગ કરી. રતલામના એડિશનલ એસપી રાકેશ ઢાકાએ જણાવ્યું હતું કે, “બાળકોને માર મારવા સંબંધિત એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો લગભગ એક મહિના જૂનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ મામલામાં સાયબર ટીમને મામલાની તપાસના આદેશ આપવા આવ્યા છે અને આરોપીની શોધખોળ ચાલી રહી છે.
આ પણ વાંચો :મધ્યપ્રદેશના ખંડવામાં મશાલ યાત્રા દરમિયાન આગ ફાટી નીકળી, 50 દાઝ્યાં, 12ની હાલત ગંભીર
પોલીસે દાખલ કરી ફરિયાદ
પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના સિગારેટ પીવાથી શરૂ થઈ હતી. વીડિયોમાં તે વ્યક્તિ બાળકોને થપ્પડ મારે છે અને પૂછે છે કે શું તેઓ સિગારેટ પીશે. ત્યારે એક છોકરો ચીસ પાડીને ‘અલ્લાહ’ બોલી ગયો. તેણે પૂછ્યું કે, તે શું કહ્યું અલ્લાહ અને પછી ફરીથી થપ્પડ પર થપ્પડ મારવા લાગે છે, તે બાળકો જય શ્રી રામ નથી બોલતો ત્યાં સુધી માર્યા કરે છે. પોલીસે જણાવ્યું હતું કે અજાણ્યા આરોપીઓ પર અશ્લીલ કૃત્યો, નુકસાન પહોંચાડવા, ખોટી રીતે કેદમાં રાખવા, ગુનાહિત ધાકધમકી આપવા અને ધર્મના આધારે દુશ્મનાવટ અને નફરતને પ્રોત્સાહન આપવા સંબંધિત ગુનાઓ માટે કેસ દાખલ કરવામાં આવ્યો છે.