નેશનલ

બાળકોએ રમત-રમતમાં લગાવી ઘાસમાં આગ, 4 શ્વાનના બચ્ચા જીવતા ભુંજાયા

કાનપુર: કાનપુરના બેગમપુરવા પાસે 3 બાળકોએ રમત-રમતમાં શ્વાનના બચ્ચાને જીવતા સળગાવી દેતા સ્થાનિકો રોષે ભરાયા હતા. પોલીસને ઘટનાસ્થળે બોલાવી સ્થાનિકોએ ઘટના અંગે તપાસ કરવાની માગ કરી છે.
મળતી માહિતી મુજબ, સ્થાનિકોનો આરોપ છે કે બાળકોએ ઇરાદાપૂર્વક જ શ્વાનના બચ્ચાને ઘાસ પાછળ સંતાયેલા જોઇને ત્યાં આગ લગાવી દીધી હતી. એ પછી ભડકો થતા તેઓ ત્યાંથી ભાગી ગયા હતા. આગ તથા શ્વાનના બચ્ચાની બૂમાબૂમને પગલે મોટી સંખ્યામાં સ્થાનિકો ઘટનાસ્થળે ભેગા થઇ ગયા હતા અને ભાગી રહેલા એક 8 વર્ષના બાળકને તેમણે પકડી પાડ્યો હતો. એ પછી પોલીસને બોલાવવામાં આવી હતી, અને પોલીસ તેમની સાથે એક બાળકને પૂછપરછ માટે લઇ ગઇ હતી.


પ્રાણીઓ માટે કામ કરતી સંસ્થા ‘ઉમ્મીદ એક કિરણ’ દ્વારા કિડવાઇ નગર પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ કરવામાં આવી છે. કિડવાઇ નગર પાસેના ગીતા પાર્કનો આ બનાવ છે જ્યાં થોડા સમય પહેલા જ એક કૂતરીએ 4 બચ્ચાને જન્મ આપ્યો છે. અમુક પ્રાણીપ્રેમી સ્થાનિકોએ બચ્ચાને ઠંડીથી રક્ષણ મળે એ માટે ઘાસના પૂળા તથા અન્ય વસ્તુઓની મદદથી શેડ ઉભો કર્યો હતો. 8 થી 9 વર્ષની ઉંમરના 3 બાળકોએ ત્યાં આગ ચાંપી હતી જેમાં તમામ 4 બચ્ચા જીવતા ભુંજાયા હતા. હવે પોલીસ આ કેસની વધુ તપાસ કરી રહી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ… 2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો?