માતાની સામે જ બાળકનું માથુ ધડથી અલગ કરી નાખ્યું, પછી આરોપીનું શું થયું?
નેશનલ

માતાની સામે જ બાળકનું માથુ ધડથી અલગ કરી નાખ્યું, પછી આરોપીનું શું થયું?

મધ્યપ્રદેશમાં એક ખૂબ જ હૃદયદ્રાવક ઘટના ઘટી છે. અહીં એક બાળકની તેના ઘરમાં ઘુસી, તેની માતાની નજર સામે હત્યા કરી દેવામાં આવી હતી. આ બાળક કે પરિવારનો કોઈ વાંક હતો, તો જવાબ છે ના. બાળક તો પોતાના ઘરે રમતું હતું અને પરિવારને આરોપી સાથે કોઈ લેવા દેવા ન હતા.

ઘટનાની વિગતો પ્રમાણે મધ્ય પ્રદેઓશના ધારમાં કુક્ષી પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા કેસ અનુસાર એક 25 વર્ષીય આરોપી મહેશ અચાનક અહીંના કાળુ સિંહના ઘરમા ઘુસી ગયો અને તેના પાંચ વર્ષના બાળક વિકાસની બેરહેમીથી હત્યા કરી નાખી. હત્યા માટે તેના હાથમાં પાવડા જેવું એક હથિયાર હતું.

તેણે એક જ ઝાટકામાં વિકાસનું ધડ માથાથી અલગ કરી નાખ્યું. આનાથી તે રોકાયો નહીં અને પછી તેના ખભા પર પણ વાર કર્યો. બાળકની માતા ઘરે જ હતી અને કંઈ સમજે એ પહેલા તો આરોપીએ બાળકને રહેંસી નાખ્યો હતો. માતાએ તેનાંથી થયો તેટલો પ્રતિકાર કરવાની કોશિશ કરી, તો તે પણ ઘાયલ થઈ ગઈ. જોકે તેણે ચીસો પાડતા પડોશીઓ એકઠા થઈ ગયા અને તેણે આરોપીને ખૂબ જ માર માર્યો.

શું થયું આરોપીનું
આ આરોપી મહેશને પરિવાર સાથે કોઈ નિસ્બત ન હતી. હકીકતમાં તે માનસિક રીતે અસ્થિર હોવાનું બહાર આવ્યું છે. તે અલીરાજપુરનો રહેવાસી છે. પરિવારના જણાવ્યા અનુસાર તે ઘણા દિવસથી ગૂમ હતો. જ્યારે સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ હત્યા કર્યા પહેલા તેણે કોઈ દુકાનમાં ચોરીનો પ્રયાસ પણ કર્યો હતો.

વાત કરીએ આરોપીની તો ધારના પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર આરોપીને ગ્રામવાસીઓએ એટલો માર્યો કે તેને હૉસ્પિટલે લઈ જતા સમયે જ તેણે દમ તોડી દીધો. ડોક્ટરોએ તેને મૃત જાહેર કરતા તેના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો. જોકે આ બધા વચ્ચે એક માસૂમ બાળકે જીવ ખોયો હતો. બાળકની માતાની હાલત પણ ખૂબ ખારબ છે.

આ પણ વાંચો…ઝારખંડમાં સુરક્ષાદળોને મળી સફળતા, ત્રણ માઓવાદી ઠાર

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button