સબરીમાલા મંદિર સોનાની ચોરી કેસમાં મુખ્ય પુજારી કંડારારુ રાજીવની ધરપકડ

સબરીમાલા : કેરળના પ્રસિદ્ધ સબરીમાલા મંદિર સોનાની ચોરી કેસમાં એસઆઈટીએ મોટી કાર્યવાહી કરી છે. એસઆઈટીએ આ કેસના મુખ્ય આરોપી ઉન્નીકૃષ્ણન પોટી સાથે જોડાયેલા મુખ્ય સાક્ષીઓની જુબાની ભૂતપૂર્વ મુખ્ય પુજારી કંડારારુ રાજીવની ધરપકડ કરી હતી. આ કેસની તપાસમાં ત્રાવણકોર દેવસ્વોમ બોર્ડના ભૂતપૂર્વ પ્રમુખ એ. પદ્મકુમાર સહિતના સાક્ષીઓએ રાજીવના બેંગલુરુ સ્થિત પ્રાયોજક પોટી સાથે ગાઢ સંબંધોનો ખુલાસો કર્યો હતો.
475 ગ્રામ સોનું ગુમ થવાના કેસમાં 11મી ધરપકડ
આ કેસની તપાસ કરી રહેલી એસઆઈટી કેસમાં અનેક સાક્ષીઓની ઉલટ તપાસ કરી હતી. જેમાં મંદિરના કર્મચારીઓએ પણ રાજીવ વિરુદ્ધ નિવેદન આપ્યું હતું. જેનાથી ભ્રષ્ટાચાર નિવારણ કાયદા હેઠળના આરોપો વધુ મજબૂત બન્યા. એસઆઈટીના સૂત્રોએ પુષ્ટિ કરી કે રાજીવે બોર્ડના નિયમોનું ઉલ્લંઘન કરીને ચેન્નાઈ મોકલવામાં આવેલા દ્વારપાલની મૂર્તિઓ અને દરવાજાના ફ્રેમમાંથી સોનાના ઢોળવાળા પેનલ દૂર કરવાની મંજૂરી આપી હતી. આ કેસમાં એસઆઈટી દ્વારા 475 ગ્રામ સોનું ગુમ થવાના કેસમાં આ 11મી ધરપકડ છે.
આ પણ વાંચો : કેરળના સબરીમાલા મંદિરમાં સોનું ગાયબ થવા મુદ્દે પીએમ મોદીને હસ્તક્ષેપ કરવા ભાજપની માંગ
શું છે આખો વિવાદ?
સબરીમાલા મંદિરના ગર્ભગૃહ બહારની દ્વારપાલની પથ્થરની મૂર્તિઓ પર તાંબાની શીટ્સ પર સોનાનું પડ ચઢાવવામાં આવ્યું છે.જેની સાથે છેડછાડના આરોપોએ વિવાદને જન્મ આપ્યો હતો. વિપક્ષે દાવો કર્યો કે ત્રાવણકોર દેવસોમ બોર્ડે મરામત માટે આ પેનલો દૂર કરીને ઉન્નીકૃષ્ણન પોટ્ટી નામના સ્પોનસરને સોંપી હતી.
આ પેનલો મરામત માટે દૂર કરવામાં આવી હતી
2019માં પ્રથમ વખત આ પેનલો મરામત માટે દૂર કરવામાં આવી હતી, જે 39 દિવસ પછી 38.258 કિલો વજન સાથે પરત કરવામાં આવી, જેમાં 4.541 કિલો ઓછું જોવા મળ્યું હતું. સપ્ટેમ્બરમાં ફરીથી પેનલો દૂર કરવામાં આવી, પરંતુ હાઈકોર્ટની પરવાનગી વિના આ કાર્યવાહી થઈ હોવાનું સબરીમાલાના વિશેષ કમિશનરે 9 સપ્ટેમ્બરે જણાવ્યું. તપાસ દરમિયાન, 28 સપ્ટેમ્બરે ઉન્નીકૃષ્ણનની બહેનના તિરુવનંતપુરમના નિવાસસ્થાનેથી બે પેડેસ્ટલ મળી આવ્યા હતા.
આ પણ વાંચો : હવે બેંક લોકર પણ સલામત નથી, રાજકોટમાં રૂ. એક કરોડનું સોનું ગાયબ થતાં ખળભળાટ
ત્રાવણકોર દેવસોમ બોર્ડે આ આરોપોને ફગાવ્યા હતા
ત્રાવણકોર દેવસોમ બોર્ડે આ આરોપોને ફગાવતા શનિવારે સ્પષ્ટતા કરી કે આ પેનલો ઉન્નીકૃષ્ણન પોટ્ટીને ક્યારેય સોંપવામાં આવી ન હતી. બોર્ડે જણાવ્યું કે 14 સોનાથી મઢેલી પેનલોનું કુલ વજન 38 કિલો હતું, જેમાં 397 ગ્રામ સોનું હતું. બે પેનલ સબરીમાલામાં જ રાખવામાં આવી, જ્યારે બાકીની 12 પેનલો, જેમાં 22 કિલો અને 281 ગ્રામ સોનું હતું, તે મરામત માટે મોકલવામાં આવી હતી.
જીર્ણોદ્ધાર દરમિયાન 10 ગ્રામ સોનાનો ઉપયોગ કર્યો
ચેન્નઈની સ્માર્ટ ક્રિએશન્સે જીર્ણોદ્ધાર દરમિયાન 10 ગ્રામ સોનાનો ઉપયોગ કર્યો અને હાઈકોર્ટના આદેશ મુજબ પેનલો પરત કરવામાં આવી. પરિણામે, 12 પેનલોમાં સોનાની માત્રા 291 ગ્રામ થઈ, અને કુલ 14 પેનલોમાં સોનું 397 ગ્રામથી વધીને 407 ગ્રામ થયું. બોર્ડે 2019ની મરામતમાં સ્માર્ટ ક્રિએશન્સ અને ઉન્નીકૃષ્ણન દ્વારા આપવામાં આવેલી 40 વર્ષની વોરંટીનો ઉલ્લેખ કર્યો અને 2025ની મરામત માટે તે જ પ્રાયોજકનો સંપર્ક કર્યો હોવાનું જણાવ્યું.
ઉલ્લેખનીય છે કે, ભગવાન અયપ્પાને સમર્પિત સબરીમાલા મંદિર કેરળમાં આવેલું છે. તે ભારતના સૌથી ધનાઢ્ય અને સૌથી વધુ મુલાકાત લેવાતા મંદિરોમાંનું એક છે.



