નવી દિલ્હીઃ દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાએ CrPCની કલમ 196 હેઠળ અરુંધતી રોય અને શેખ શૌકત હુસૈન સામે કાર્યવાહી કરવાની મંજૂરી આપી છે. ભારતીય દંડ સંહિતાની કલમ 153A, 153B અને 505 હેઠળ આ બંને વિરુદ્ધ કેસ નોંધવાનો આદેશ નવી દિલ્હીના મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ દ્વારા 27 નવેમ્બર 2010ના રોજ આપવામાં આવ્યો હતો, ત્યારબાદ તેમની વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી. છેક હવે આ મામલે પ્રગતિ થઇ છે.
અરુંધતી રોય અને શેખ શૌકત હુસૈન સામે કાર્યવાહી કરવાની દરખાસ્તને મંજૂરી આપતી વખતે, એલજીએ જણાવ્યું હતું કે અરુંધતી રોય અને કાશ્મીરની સેન્ટ્રલ યુનિવર્સિટીના ઇન્ટરનેશનલ લોના ભૂતપૂર્વ પ્રોફેસર ડૉ. હુસૈન દ્વારા દિલ્હીમાં એક જાહેર સમારંભ દરમિયાન કરાયેલા ભાષણો ભારતીય દંડ સંહિતાની કલમ 153A (ધર્મ, પ્રચાર) હેઠળ સજાપાત્ર છે. જાતિ, જન્મ સ્થળ, રહેઠાણ, ભાષા વગેરેના આધારે વિવિધ જૂથો વચ્ચે દુશ્મનાવટ થાય તેવા નિવેદનો બદલ અરુંધતી રોય અને શેખ શૌકત હુસૈન સામે કાર્યવાહી કરવાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવે છે.
ફોજદારી કાર્યવાહી સંહિતા (CrPC) ની કલમો હેઠળ અપ્રિય ભાષણ, ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા, ધિક્કાર અપરાધ, રાજદ્રોહ, રાજ્ય સામે યુદ્ધ કરવા, અન્ય લોકો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવા વગેરે જેવા ગુનાઓના કિસ્સામાં કેસ દાખલ કરવાની મંજૂરી આપવામાં આવે છે.
કાશ્મીરના સામાજિક કાર્યકર સુશીલ પંડિતે 21 ઓક્ટોબરે ‘આઝાદી – ધ ઓન્લી વે’ વિષય પર ‘કમિટી ફોર રિલિઝ ઑફ પોલિટિકલ પ્રિઝનર્સ’ દ્વારા આયોજિત કોન્ફરન્સમાં ‘ઉશ્કેરણીજનક ભાષણો’ આપવા બદલ વિવિધ લોકો અને વક્તાઓ સામે 28 એફઆઈઆર દાખલ કરી હતી. 2010ના ઓક્ટોબરમાં તિલક માર્ગ પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
ફરિયાદીએ આરોપ લગાવ્યો હતો કે આ ભાષણનો મુદ્દો ‘કાશ્મીરને ભારતથી અલગ કરવાનો’ હતો. ફરિયાદીએ આક્ષેપ કર્યો હતો કે અરુંધતી રોયના ભાષણો ભડકાઉ હતા અન શાંતિ અને જાહેર સુરક્ષાને જોખમમાં મૂકતા હતા.
શિયાળામાં ખાવ આ ફ્રૂટ અને મેળવો અગણિત હેલ્થ બેનેફિટ્સ
શિયાળામાં ખાવ આ ફ્રૂટ અને મેળવો અગણિત હેલ્થ બેનેફિટ્સ