ટોપ ન્યૂઝનેશનલ

Chhattisgarhમાં નકસલીઓએ કર્યો IED Blast: 2 જવાન શહીદ

સુકમાઃ અહીંના નકસલગ્રસ્ત વિસ્તારમાં સૌથી મોટા સમાચાર જાણવા મળ્યા છે, જ્યાં આઈઈડી વિસ્ફોટમાં બે જવાન શહીદ થયા છે. આ વિસ્ફોટ જગરગુંડા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં થયો છે.

નકસલવાદીઓ દ્વારા કરવામાં વિસ્ફોટમાં સીઆરપીએફના કોબરા 201 બટાલિયનના બે જવાન શહીદ થયા છે. સીઆરપીએફના જવાનો જ્યારે રાશન લઈને કેમ્પ તરફ જઈ રહ્યા હતા ત્યારે નકસલીઓ દ્વારા ટ્રકને આઈઈડી બ્લાસ્ટ કર્યો હતો.

છત્તીસગઢના સુકમા જિલ્લાના સિલગેર અને તેકુલલાગુડેમની વચ્ચે વિસ્ફોટ કર્યો હતો. શહીદ જવાનના પાર્થિવ દેહને ઘટનાસ્થળેથી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા તેમ જ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું.

છત્તીસગઢના સુકમા જિલ્લામાં સુરક્ષા દળોએ પ્રથમ વખત નકલી ચલણી નોટોનો જંગી જથ્થો અને છત્તીસગઢના સુકમા જિલ્લામાં તેમને છાપવા માટે વપરાતા સાધનો જપ્ત કર્યા હોવાનું એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ રવિવારે જણાવ્યું હતું.
પોલીસના જણાવ્યા અનુસાર નક્સલવાદીઓ બસ્તર ક્ષેત્રના અંતરિયાળ વિસ્તારોના સાપ્તાહિક બજારોમાં લાંબા સમયથી નકલી ચલણી નોટોનો ઉપયોગ કરી રહ્યા હતા અને નિર્દોષ આદિવાસીઓને છેતરતા હતા. સુકમાના પોલીસ અધિક્ષક કિરણ જી ચવ્હાણે દાવો કર્યો હતો કે નક્સવાદીઓ આ પગલાથી ભારતીય અર્થવ્યવસ્થાને અસ્થિર કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

આ વસૂલતા શનિવારે સાંજે જિલ્લાના કોરાજગુડા ગામ નજીક જંગલની ટેકરી પર કરવામાં આવી હતી. જ્યારે વિવિધ દળોના સુરક્ષા કર્મચારીઓની સંયુક્ત ટીમ સર્ચ ઓપરેશન પર હતી. તેમણે નકલી ચલણની ચોક્કસ ફેસ વેલ્યુનો ઉલ્લેખ કર્યા વિના જણાવ્યું હતું.

ચવ્હાણે આ જપ્તીને નક્સલ વિરોધી કામગીરીમાં નિર્ણાયક સફળતા ગણાવતા જણાવ્યું હતું કે પ્રથમ વખત રાજ્યમાં નક્સવાદીઓની નક્લી ચલણી નોટો મળી આવી છે જે ત્રણ દાયકાથી વધુ સમયથી આ ખતરા સાથે સંઘર્ષ કરી રહી છે. કોરાજગુડા નજીક સુરક્ષાકર્મીઓની હાજરીનો અહેસાસ થતાં નક્સલવાદીઓ તેમનો સામાન છોડીને ગાઢ જંગલમાં ભાગી ગયા હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.

અધિકારીના જણાવ્યા અનુસાર સ્થળની તપાસ દરમિયાન સુરક્ષા કર્મચારીઓને રૂા. ૫૦, રૂા. ૧૦૦, રૂ. ૨૦૦ અને રૂ. ૫૦૦ની નક્લી નોટોનો જથ્થો, એક રંગીન પ્રિન્ટિંગ મશીન, એક બ્લેક એન્ડ વ્હાઇટ પ્રિન્ટર, એક ઇન્વર્ટર મશીન, ૨૦૦ શાહીની બોટલો, પ્રિન્ટર મશીનના ચાર કારતૂસ, નવ પ્રિન્ટર રોલર, છ વાયરલેસ સેટ, તેનું ચાર્જર અને બેટરી મળી આવી હતી. ચવ્હાણે જણાવ્યું હતું કે બે મઝલ લોડિંગ બંદૂકો, વિસ્ફોટકોનો વિશાળ જથ્થો, અન્ય સામગ્રી અને નક્સલ યુનિફોર્મ પણ જપ્ત કરવામાં આવ્યા હતા.

ચવ્હાણે જણાવ્યું હતું કે પ્રથમ દ્રષ્ટિએ એવું જાણવા મળ્યું હતું કે નક્સલવાદીઓ મોટી માત્રામાં નકલી નોટો છાપવામાં રોકાયેલા હતા. વધુ તપાસમાં જાણવા મળ્યું કે ૨૦૨૨માં પશ્ચિમ બસ્તર વિભાગના વિસ્તારમાં નક્સલીઓએ તેમની દરેક વિસ્તાર સમિતિના એક કે બે સભ્યોને નક્લી નોટો છાપવાની તાલીમ આપી હતી. આ સંબંધમાં વધુ તપાસ ચાલી રહી હોવાનું તેમણે જણાવ્યું હતું.

Also Read –

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…