છત્તીસગઢમાં બન્યો વિચિત્ર બનાવઃ કૂવામાંથી વ્યક્તિને બહાર કાઢવા જતા નવનાં મોત

જાંજગીર-ચંપાઃ છત્તીસગઢના જાંજગીર-ચંપા જિલ્લાના એક ગામમાં કૂવામાં ઝેરી ગેસના કારણે નવ લોકોના મોત થયાં હતાં. એક રિપોર્ટ અનુસાર, એક વ્યક્તિ કૂવામાં પડેલા લાકડાને બહાર કાઢવા માટે કૂવામાં ઉતર્યો હતો.
કૂવામાંથી નીકળતા ઝેરી ગેસને કારણે તેનું મોત થયું હતું. તેને બચાવવા માટે પડોશમાં રહેતા ચાર લોકો એક પછી એક કૂવામાં ઉતર્યા હતા, પરંતુ ઝેરી ગેસના કારણે તે ચારનું પણ મોત થયું હતું. એક રિપોર્ટ અનુસાર રામચંદ્ર જયસ્વાલ કૂવામાં પડેલા લાકડાને બહાર કાઢવા માટે અંદર ઉતર્યો હતો ત્યારે ગેસ લીક થવા લાગ્યો હતો.
પાડોશી રમેશ પટેલ તેને બચાવવા કૂવામાં ઉતર્યો પણ તેનો પણ શ્વાસ રૂંધાવા લાગ્યો હતો. ત્યાર બાદ તેને બચાવવા રમેશના બંને પુત્રો રાજેન્દ્ર અને જીતેન્દ્ર પણ કૂવામાં અંદર ગયા હતા. આ પછી પાડોશી ટિકેશ ચંદ્ર તેને બચાવવા અંદર ગયો. ગેસ લીકેજને કારણે ત્રણેયના પણ મોત થયા. આ ઘટનામાં કુલ નવ લોકોના મોત થયા છે.
આ પણ વાંચો : છત્તીસગઢમાં મોટી હોનારતઃ પિક-અપ વાન ખાઈમાં ખાબકતાં 18 લોકોનાં મોત
મૃતકોના નામ રામચંદ્ર જયસ્વાલ, રમેશ પટેલ, જીતેન્દ્ર પટેલ, રાજેન્દ્ર પટેલ, ટિકેશ્વર ચંદ્ર તરીકે ઓળખ કરવામાં આવી છે. ટિકેશ ચંદ્રના લગ્ન ત્રણ મહિના પહેલા જ થયા હતા. ઘટનાની જાણકારી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. મોડી રાતે પોલીસ દ્વારા વધુ તપાસમાં મૃતકની સંખ્યામાં વધારો થયો હોવાનું જણાવ્યું હતું.