નેશનલ

છત્તીસગઢના સુકમામાં સુરક્ષા દળોને મળી સફળતા, 29 નકસલીઓએ આત્મસમર્પણ કર્યું

સુકમા: દેશને નકસલવાદથી મુક્ત કરવા માટે કેન્દ્ર સરકાર અને સુરક્ષા એજન્સીઓ સતત કાર્યરત છે. જે અંતર્ગત સુરક્ષા દળોના સતત વધતા દબાણના લીધે નક્સલવાદીઓની કમર તૂટી રહી છે. તેમજ કેન્દ્ર સરકારની પુનર્વસન નીતિ પણ સફળ થઇ રહી છે. જે અંર્તગત આજે છત્તીસગઢના સુકમા જિલ્લામાં 29 નકસલીઓએ આત્મસમર્પણ કર્યું છે. આ આત્મસમર્પણ કરનારા નક્સલીઓમાંથી એક નક્સલી પર રૂપિયા 2 લાખનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું.

આ નકસલીઓ સુકમા જિલ્લામાં અનેક મોટી નક્સલી ઘટનાઓમાં સામેલ હતા

આ અંગે પોલીસે જણાવ્યું હતું કે, સુકમા જિલ્લાના ગોગુંડા વિસ્તાર હેઠળના કેરળપાલ વિસ્તાર સમિતિમાં સક્રિય 29 માઓવાદીઓએ સુરક્ષા દળો સમક્ષ આત્મસમર્પણ કર્યું છે. અહેવાલો અનુસાર આત્મસમર્પણ કરનારા નક્સલીઓમાં ગોગુંડા પંચાયતમાં દંડકારણ્ય આદિવાસી કિસાન મજદૂર સંગઠનના પ્રમુખ પોડિયમ બુધરાનો પણ સમાવેશ થાય છે, જેમની પર રૂપિયા 2 લાખનું ઇનામ હતું. આ નકસલીઓ સુકમા જિલ્લામાં અનેક મોટી નક્સલી ઘટનાઓમાં સામેલ હતા.

સુરક્ષા છાવણીની સ્થાપનાએ આત્મ સમર્પણમાં મુખ્ય ભૂમિકા ભજવી

આ અંગે અધિકારીઓએ અહેવાલ આપ્યો છે કે ગોગુંડા વિસ્તારમાં સુરક્ષા છાવણીની સ્થાપનાએ આત્મ સમર્પણમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. નક્સલ વિરોધી કામગીરી સતત દબાણ અને વિસ્તારમાં સર્ચ ઓપરેશનના લીધે નકસલી સંગઠનની પ્રવૃત્તિઓ મર્યાદિત થઈ ગઈ હતી. જેના લીધે તેમણે આત્મસમર્પણ કરવાનો નિર્ણય લીધો હતો. આ અંગે અધિકારીઓએ જણાવ્યું છે કે આ વિસ્તારની દુર્ગમ ભૌગોલિક પરિસ્થિતિઓને કારણે, ગોગુંડા વિસ્તાર નક્સલીઓ માટે સલામત અને અનુકૂળ સ્થાન માનવામાં આવતું હતું. જો કે, સુરક્ષા છાવણીની કાર્યરત થતા નક્સલી કેમ્પોની નાશ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો…છત્તીસગઢના દંતેવાડા 18 મહિલાઓ સહિત 63 નક્સલીઓએ કર્યું આત્મસમર્પણ

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button