નેશનલ

Chhattisgarh માં સુરક્ષા દળોએ મોટા નક્સલી હુમલાનું ષડયંત્ર નિષ્ફળ બનાવ્યું

બીજાપુર: છત્તીસગઢમાં(Chhattisgarh)સુરક્ષા દળોની સતર્કતાને કારણે મોટો નક્સલી હુમલો ટાળી શકાયો છે. જેમાં નક્સલીઓએ બીજાપુર વિસ્તારમાં ઉસૂર-અવપલ્લી મુખ્ય માર્ગ પર ડાંગર બજાર પાસે 25 કિલોગ્રામ IED પ્લાન્ટ કર્યો હતો. આ IEDને બીડીએસ સૈનિકો દ્વારા શોધી કાઢવામાં આવ્યું હતું અને પછી તેનો નાશ કરવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર IED રસ્તાની વચ્ચે પ્લાસ્ટિકના કન્ટેનરમાં સંતાડવામાં આવ્યું હતું.

એક મહિનામાં કુલ ૩૩ નક્સલીઓ માર્યા ગયા

છત્તીસગઢના બસ્તર પ્રદેશના પોલીસ મહાનિરીક્ષક સુંદરરાજ પી. એ જણાવ્યું હતું કે વર્ષ 2024 માં નક્સલ વિરોધી કામગીરીમાં પ્રાપ્ત થયેલી લીડને જાળવી રાખીને સુરક્ષા દળોએ વર્ષ 2025 માં બસ્તર વિભાગ હેઠળ સીપીઆઈ માઓવાદી સંગઠન સામે નક્સલ વિરોધી કામગીરી અસરકારક રીતે હાથ ધરવામાં આવી રહી છે.

એન્કાઉન્ટરમાં 49 નક્સલીઓ માર્યા ગયા

જેના લીધે છેલ્લા 32 દિવસમાં આ વિસ્તારમાં કુલ 33 માઓવાદીઓના મૃતદેહ મળી આવ્યા છે. આ એન્કાઉન્ટર સાથે અત્યાર સુધીમાં રાજ્યમાં વિવિધ એન્કાઉન્ટરમાં 49 નક્સલીઓ માર્યા ગયા છે. રાજ્યના ગારિયાબંદ જિલ્લામાં 20-21 જાન્યુઆરીના રોજ સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં 16 નક્સલીઓ ઠાર કર્યા હતા. ગયા વર્ષે સુરક્ષા દળોએ રાજ્યમાં અલગ અલગ એન્કાઉન્ટરમાં 219 નક્સલીઓને ઠાર માર્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button