ટોપ ન્યૂઝનેશનલ

છત્તીસગઢમા સુરક્ષાદળોને મળી મોટી સફળતા, વહેલી સવારે અથડામણમા બે ખૂંખાર નક્સલી ઠાર…

નવી દિલ્હી : છત્તીસગઢમા નક્સલીઓ વિરુદ્ધ ચાલી રહેલા ઓપરેશનમા સુરક્ષા દળોને સફળતા મળી છે. જેમા મળતી માહિતી મુજબ કોંડાગાંવ-નારાયણપુર સરહદ પર સુરક્ષા દળોએ અથડામણમા બે ખૂંખાર નક્સલીઓને ઠાર માર્યા છે.તેમની પાસેથી એક AK-47 રાયફલ મળી છે. આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. આ માહિતી બસ્તરના આઈજી પી સુંદરરાજે આપી હતી.

એક નક્સલી સુરક્ષા દળો સમક્ષ આત્મસમર્પણ કર્યું
આ ઉપરાંત મંગળવારે મોહલા-માનપુર-અંબાગઢ ચોકી જિલ્લામાં 5 લાખ રૂપિયાનું ઈનામ ધરાવતો એક નક્સલી સુરક્ષા દળો સમક્ષ આત્મસમર્પણ કર્યું. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે 34 વર્ષીય રૂપેશ માંડવી ઉર્ફે સુખદેવે જિલ્લાના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સમક્ષ આત્મસમર્પણ કર્યું છે. તેમણે કહ્યું કે નક્સલીઓની ખોટી અને અમાનવીય વિચારધારા તેમજ નક્સલી સંગઠનમાં વધતા મતભેદો અને રાજ્ય સરકારની નવી શરણાગતિ અને પુનર્વસન નીતિથી પ્રભાવિત થઈને નક્સલીઓએ શરણાગતિ સ્વીકારવાનો નિર્ણય લીધો છે.

બસ્તર વિભાગને નક્સલ મુક્ત બનાવવા અભિયાન
સુરક્ષાદળો દ્વારા વર્ષ 2026 સુધીમાં નક્સલવાદીઓના ગઢ બસ્તર વિભાગને નક્સલવાદથી મુક્ત બનાવવા માટે એક અભિયાન શરૂ કર્યું છે. સેના દ્વારા સતત નક્સલીઓના એન્કાઉન્ટર કરવામાં આવી રહ્યા છે, જેનાથી કારણે નક્સલીઓની પકડ નબળી પડી રહી છે. નક્સલીઓનો ખાતમો કરવામાં હવે સેનાને એક પછી એક મોટી સફળતા મળી રહી છે. સ્થાનિક સરકારના શાસનમાં અત્યાર સુધીમાં 268 નક્સલીને ઠાર કરવામાં આવ્યા છે. જ્યારે 750 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું છે. એક હજારથી વધુ નક્સલીઓની ધરપકડ કરવામાં આવી છે.

આપણ વાંચો : BSF પર TMC ના આરોપ પર BSF એ રોકડું પરખાવ્યુંઃ કહ્યું અમારી પ્રાથમિકતા સરહદ…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button