નેશનલ

લોહિયાળ બન્યું છત્તીસગઢની ચૂંટણીનું મતદાન

રાયપુરઃ છત્તીસગઢમાં વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. એવામાં અહીંના કાંકેર જિલ્લાના બાંદે પોલીસ સ્ટેશન વિસ્તારમાં નક્સલવાદીઓ અને BSF અને DRG ટીમ વચ્ચે એન્કાઉન્ટર થયું હોવાના સમાચાર આવ્યા છે. કાંકેરમાં ફાયરિંગમાં નક્સલવાદીઓએ એકે-47 રાઈફલનો પણ ઉપયોગ કર્યો હતો. એની સામે જવાબી કાર્યવાહીમાં કેટલાક નક્સલવાદીઓ ઘાયલ થયા હોવાની અથવા માર્યા ગયા હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલમાં આ વિસ્તારને કોર્ડ કરી લેવામાં આવ્યો છે અને સર્ચ ઑપરેશન જારી છે.

કાંકેરની આ ઘટના બાંદે પોલીસ સ્ટેશન વિસ્તારના મતદાન મથકોની આસપાસ બની હતી. જ્યારે સુરક્ષા કર્મચારીઓની ટીમ વિસ્તારના મોનિટરિંગ માટે નીકળી ત્યારે સુરક્ષાકર્મીઓ અને નક્સલવાદીઓ વચ્ચે બપોરે 1 વાગ્યાની આસપાસ અથડામણ થઈ હતી.

સુકમા અને નારાયણપુરમાં પણ નક્સલવાદીઓ અને સુરક્ષાકર્મીઓ વચ્ચે અથડામણ થઇ હોવાની માહિતી મળી છે. સુકમામાં કેટલાક જવાનો ઘાયલ પણ થયા છે. બીજી તરફ સુકમાના તાડમેટલા અને દુલેટ વચ્ચે CRPF અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. મીનપામાં મતદાન પાર્ટીની સુરક્ષા માટે સૈનિકોને જંગલોમાં તૈનાત કરવામાં આવ્યા હતા. આ એન્કાઉન્ટર લગભગ 20 મિનિટ સુધી ચાલ્યું હતું. એમ કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટનામાં કેટલાક જવાનો ઘાયલ થયા છે. આ અથડામણ આશરે વીસેક મિનિટ સુધી ચાલી હતી.

જિલ્લાના ઓરછા પોલીસ સ્ટેશનના તાદુર જંગલમાં પણ STF અને માઓવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. એસટીએફને ભારી પડતા જોઈને નક્સલવાદીઓ જંગલની આડ લઇને ભાગી ગયા હતા. તમામ સૈનિકો સુરક્ષિત છે અને વિસ્તારમાં શોધખોળ ચાલુ છે. બીજી તરફ, નારાયણપુરના ગુદરી મતદાન મથકમાં 16% મતદાન થયું છે.

છત્તીસગઢમાં પહેલા તબક્કામાં વિધાનસભાની 20 બેઠકો પર આજે મતદાન થઇ રહ્યું છે, જેમાં નક્સલ પ્રભાવિત બસ્તર ડિવિઝનની 12 સીટોનો પણ સમાવેશ થાય છે. નક્સલી હુમલાની સંભાવનાને ધ્યાનમાં રાખીને, મતદાતાઓને મતદાન મથક સુધી પહોંચાડવા માટે એરફોર્સના MI-17 હેલિકોપ્ટરનો ઉપયોગ પણ કરવામાં આવી રહ્યો છે. ઉપરાંત સંવેદનશીલ વિસ્તારોમાં વધારાના સુરક્ષા દળોને પણ તૈનાત કરવામાં આવ્યા છે. છત્તીસગઢમાં હવે આગામી તબક્કાનું મતદાન 17 નવેમ્બરના રોજ યોજાશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ 1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress