સરકાર બદલાતા જ છત્તીસગઢ સરકારે કર્યા આ ફેરફાર પણ શું એ જરૂરી છે?
રાયપુર: હાલમાં પાંચ રાજ્યમાં નવા સીએમ આવ્યા છે. ત્યારે ઘણા ફેરફારો પણ થશે પરંતુ ઘણીવાર તો એવા પણ ફેરફારો નવી સરકાર કરતી હોય છે. કે તે જોઇને થાય કે ખરેખર આની જરૂર હતી. છત્તીસગઢમાં પણ સરકાર બદલાવાની સાથે જ ઘણા ફેરફારો દેખાવા લાગ્યા હતા.
છત્તીસગઢના મુખ્ય પ્રધાનના કાફલામાં મુસાફરી કરી રહેલા વાહનની નંબર પ્લેટ હટાવી દેવામાં આવી છે. આ નંબર BB-0023 હતી. આ નંબર પ્લેટનો અર્થ કંઇક એવો હતો કે BB એટલે ભૂપેશ બઘેલ અને 0023નો અર્થ તેનો જન્મદિવસ હતો. સચિવાલયની માર્ગદર્શિકાને પગલે આ નંબર પ્લેટ બદલવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે નવા સીએમ વિષ્ણુ દેવ સાંઈની કારનો નંબર CG-03-9502 છે. અગાઉ મુખ્યપ્રધાનના કાફલામાં CG-02 નંબરનો ઉપયોગ થતો હતો. પૂર્વ સીએમ બઘેલે તેમના કાફલામાં સામેલ વાહનો માટે અલગ નંબર લીધો હતો, પરંતુ હવે તેમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત મુખ્ય પ્રધાન રમણ સિંહે પોતાના કાફલામાં સામેલ વાહનોના નંબર પણ બદલ્યા હતા. પૂર્વ સીએમ રમણના કાફલામાં સામેલ મિત્સુબિશી પજેરોમાં 0004 નંબર રાખવામાં આવ્યો હતો. જો કે જ્યારે 2018 માં રાજ્યમાં સરકાર બદલાઈ, ત્યારે તેણે પજેરોને જ તેમના કાફલામાંથી હટાવી દીધી.
નોંધનીય છે કે છત્તીસગઢમાં CG-01, CG-02 અને CG-04નું રજિસ્ટ્રેશન રાયપુર RTO દ્વારા કરવામાં આવે છે, જ્યારે CG-03નું રજિસ્ટ્રેશન પોલીસ હેડક્વાર્ટર દ્વારા કરવામાં આવે છે.