છત્તીસગઢના બસ્તરમાં 1.61 કરોડ રૂપિયાના ઇનામી 51 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું

સુકમા : દેશના સુરક્ષા દળો દ્વારા નક્સલ નાબૂદી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેમાં છત્તીસગઢના બસ્તર ડિવિઝનમાં 1.61 કરોડ રૂપિયાનું ઇનામ ધરાવતા 51 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું છે. જેમાં નક્સલીઓએ સૂકમા અને બીજાપુરમાં આત્મસમર્પણ કર્યું હતું.
સુકમા જિલ્લામાં 21 ખૂંખાર નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું
જેમાં સુકમા જિલ્લામાં 21 ખૂંખાર નક્સલીઓએ બસ્તરના ઇન્સ્પેક્ટર જનરલ સુંદરરાજ પી. અને પોલીસ અધિક્ષક કિરણ ચવ્હાણ સમક્ષ આત્મસમર્પણ કર્યું. આ નક્સલીઓ પર રૂપિયા 76 રૂપિયાનું ઇનામ હતું. તેમણે પોલીસ સમક્ષ આત્મસમર્પણ સાથે ઘાતક શસ્ત્રો SLR, AK-47, BGL લોન્ચર અને અન્ય અત્યાધુનિક સ્વચાલિત શસ્ત્રો પણ સોંપ્યા હતા. આ નક્સલીઓ બસ્તરમાં ઘણી મોટી અને ઘાતક ઘટનાઓમાં સીધા સંડોવાયેલા હતા.
બીજાપુર જિલ્લામાં 20 મહિલા સહિત ત્રીસ નકસલીઓનું આત્મસમપર્ણ
આ ઉપરાંત શનિવારે બીજાપુર જિલ્લામાં નક્સલીઓના દક્ષિણ સબ-ઝોનલ બ્યુરોને પણ મોટું નુકસાન થયું. ત્રીસ નકસલી જેમાં 20 મહિલાઓ અને 10 પુરુષો સામેલ છે તેમણે પોલીસ મહાનિરીક્ષક બી.એસ. નેગી અને પોલીસ અધિક્ષક ડૉ. જિતેન્દ્ર કુમાર યાદવ સમક્ષ આત્મસમર્પણ કર્યું. તેમના પર રૂપિયા 85 લાખ રૂપિયાનું ઇનામ હતું.
સંગઠન હવે આંતરિક રીતે વિખેરાઈ રહ્યું છે
જે નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું તેમાં કંપની 2 અને 7 ના PPCM એરિયા કમિટીના સભ્યો અને જનતા સરકાર ના પ્રમુખો જેવા પ્રભાવશાળી હોદ્દા ધરાવતા નક્સલીઓનો સમાવેશ થાય છે. તેમના પુનર્વસન દરમિયાન તેઓએ સુરક્ષા દળોને કાર્ડેક્સ વાયર અને 50 જિલેટીન સ્ટીક પણ સોંપી હતી બસ્તરના આઈજીએ સફળતાને ઐતિહાસિક ગણાવી હતી. તેમજ કહ્યું કે સુરક્ષા કેમ્પની સ્થાપના અને રોડ કનેક્ટિવિટીએ નક્સલીઓના બેઝ વિસ્તારને સંકોચી દીધો છે. આ સ્પષ્ટ સંકેત છે કે સંગઠન હવે આંતરિક રીતે વિખેરાઈ રહ્યું છે.



