છત્તીસગઢમાં એક કરોડના ઇનામી નક્સલી સહિત 10 નક્સલીઓ ઠાર | મુંબઈ સમાચાર
નેશનલ

છત્તીસગઢમાં એક કરોડના ઇનામી નક્સલી સહિત 10 નક્સલીઓ ઠાર

ગરિયાબંદ : છત્તીસગઢમાં સતત નકસલ નાબૂદી અભિયાન ચાલી રહ્યું છે. જેમાં છત્તીસગઢના ગરિયાબંદમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. એક અથડામણમાં એક કરોડનો ઇનામી નક્સલી મનોજ સહિત 10 નક્સલીઓ માર્યા ગયા છે. આ અથડામણ શોભા અને મૈનપુર પોલીસ સ્ટેશન વિસ્તારના જંગલોમાં ચાલી રહી છે.

આ અથડામણમાં સીસી મેમ્બર બાલા મોડેમ બાલકૃષ્ણ ઉર્ફે બલાન્ના ઉર્ફે રામચંદ્ર ઉર્ફે રાજેન્દ્ર ઉર્ફે ગોલકોંડા રાજેન્દ્ર ઉર્ફે ચિન્ની ઉર્ફે મનોજ એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો. તેની ઉંમર 58 વર્ષની છે. બાલકૃષ્ણ તેલંગાણાના વારંગલ જિલ્લાનો રહેવાસી હતો.

આ પણ વાંચો: છત્તીસગઢમાં નક્સલીઓ વિરુદ્ધ મોટી કાર્યવાહીઃ 6 માઓવાદી ઠાર, ઓપરેશન હજુ ચાલુ…

સુરક્ષાદળો અને નક્સલીઓ વચ્ચે અથડામણ થઈ

આ અંગે રાયપુર પોલીસ આઈજી અમરેશ મિશ્રાએ જણાવ્યું હતું કે, ગરિયાબંદમાં સવારે નકસલ વિરોધી અભિયાન ચાલુ છે. સવારથી જ અથડામણ ચાલી રહી છે. આ અથડામણમાં મૈનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સુરક્ષાદળો અને નક્સલીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં એસટીએફ કોબરા અને રાજ્ય પોલીસ દળના જવાનો પણ જોડાયા છે.

16 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું

આ છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં 16 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું છે. આ અંગે નારાયણપુરના પોલીસ અધિક્ષક રોબિન્સન ગુરિયાએ જણાવ્યું હતું કે તમામ 16 નક્સલીઓ જનતા સરકાર, ચેતના નાટ્ય મંડળી અને માઓવાદીની પંચાયત મિલીશિયાના સભ્યો અને સંગઠન સાથે જોડાયેલા છે.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button