વાઘનખ બાદ હવે છત્રપતિ શિવાજી મહારાજની તલવાર પણ સ્વદેશ પાછી ફરશે? ઋષી સુનક પર દબાણ
નવી દિલ્હી: છત્રપતિ શિવાજી મહારાજની ઐતિહાસિક જગદંબા તલવાર બ્રિટનમાંથી ભારત પાછા લાવવાની ઝૂંબેશે હવે વધુ ગતી પકડી છે. સૌથી પહેલાં ભાસ્કર ઘોરપડેએ શરુ કરેલ આ ઝૂંબેશ સાથે હવે મહારાષ્ટ્ર સરકાર પર જોડાઇ છે. હાલમાં જ મહારાષ્ટ્રના એક વરિષ્ઠ નેતા લંડન જઇને આવ્યા છે. તેથી હવે વાઘનખ બાદ હવે આ તલવાર માટે ઋષી સુનક પર દબાણ વધી રહ્યું હોય એમ લાગી રહ્યું છે.
આ તલવાર ભારતમાં લાવવા માટે કરવામાં આવેલ પ્રયાસોની સંપૂર્ણ માહિતી પૂર્વ વડા પ્રધાન સ્વ. અટલબિહારી વાજપેયીના પૂર્વ મિડીયા સલાહકાર અશોક ટંડને આપી છે. તેમના ધ રિવર્સ સ્વિંગ આ પુસ્તકનું 18મી ઓક્ટોબરના રોજ કેન્દ્રિય પ્રધાન હરિદીપ સિંહ પુરીના હસ્તે વિમોચન થનાર છે.
સૌથી પહેલાં ક્વિન એલિઝાબેથ દ્વિતીય પાસે 350 વર્ષ જૂની તલવાર પાછી મળે તે માટે એક અરજી મોકલવામાં આવી હતી. આ તલવાર એટલે દેશની સમૃદ્ધ સંસ્કૃતિના વારસાનું પ્રતિક છે અને દેશના લોકો માટે ખાસ કરીને મહારાષ્ટ્રના લોકો તેનું એક ભાવનાત્મક મૂલ્ય છે. એવું એ અરજીમાં નોંધવામાં આવ્યું હતું.
આ અંગે બ્રિટીશ સરકારે કહ્યું હતું કે, આ તલવાર 1857માં કોલ્હાપૂરના તત્કાલીન મહારાજે પ્રન્સ ઓફ વેલ્સ, એડવર્ડ્સ સાતમાને તેમના ભારતના પ્રવાસ દરમીયાન ભેટ આપી હતી. તે ખૂબ જ સુરક્ષિત રીતે મૂકવામાં આવી છે અને ભારતના લોકો તેને જોઇ પણ શકે છે.
હવેઆ તલવાર પાછી લાવવાની ઝૂંબેશમાં મહારાષ્ટ્ર સરકાર પર સામેલ થઇ હોવાથી વજા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ પ્રસ્તાવ ઋષી સુનક સામે રાખવો જોઇએ એમ બધાનું માનવું છે. છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યાભિષેકને 350 વર્ષ પૂરા થવાના છે. તેથી 2024 પહેલાં આ તલવાર ભારત પાછી આવે તેવી વિનંત મહારાષ્ટ્ર સરકાર દ્વારા કરવામાં આવી છે. હાલમાં આ તલવાર લંડનમાં સેંટ જેમ્સ પેલેસમાં આવેલ રોયલ કેલક્શન ટ્રસ્ટનો ભાગ છે.