તમિલનાડુ BSP પ્રમુખની હત્યાના કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, 8 શંકાસ્પદની ધરપકડ
ચેન્નઈ: તમિલનાડુ બહુજન સમાજ પાર્ટી(BSP)ના પ્રમુખ કે. આર્મસ્ટ્રોંગ (K. Armstrong)ની ચેન્નઈમાં 5 જુલાઈના રોજ સરેઆમ હત્યા કરવામાં આવી હતી. આર્મસ્ટ્રોંગ તેના મિત્રો સાથે વાત કરી રહ્યા હતા, ત્યારે છ હુમલાખોરોએ તેને નિશાન બનાવ્યા હતા. હુમલા બાદ તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, પરંતુ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. ચેન્નાઈ ઉત્તરના એડિશનલ પોલીસ કમિશનર આસરા ગર્ગે કહ્યું કે આ કેસમાં અત્યાર સુધીમાં 8 શંકાસ્પદ લોકોની અટકાયત કરવામાં આવી છે.
તમિલનાડુ બીએસપી પ્રમુખ આર્મસ્ટ્રોંગની હત્યા કેસ પર ચેન્નઈ ઉત્તરના એડિશનલ પોલીસ કમિશનર અસરા ગર્ગે કહ્યું, “આ હત્યા કેસમાં અમે અત્યાર સુધીમાં 8 શંકાસ્પદોની અટકાયત કરી છે. આ પ્રાથમિક તપાસ છે. અમે દસ ટીમો બનાવી છે. અમે તપાસ કરી રહ્યા છીએ. આ શકમંદોની પૂછપરછ કર્યા પછી, અહત્યા પાછળનો હેતુ જાણી શકાશે. હત્યા માટે ધારદાર હથિયારોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.”
| Also Read: પીએમ મોદીએ ઑલિમ્પિક્સ માટેના ઍથ્લીટોને કહ્યું, ‘મગજ સ્વસ્થ રાખજો, પૂરતી ઊંઘ કરજો’
આ ઘટના શુક્રવારે સાંજે લગભગ સાડા સાત વાગ્યે બની, જ્યારે આર્મસ્ટ્રોંગ તેના ઘરે જઈ રહ્યા હતા. બાઈક પર આવેલા 6 હુમલાખોરોએ તેના પર હુમલો કર્યો હતો. તેને તાત્કાલિક ગ્રીમ્સ રોડ પરની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો.
તમિલનાડુ બીએસપી અધ્યક્ષની હત્યા પર શોક વ્યક્ત કરતા પાર્ટી સુપ્રીમો માયાવતીએ સોશિયલ મીડિયા પર લખ્યું, ‘BSP તમિલનાડુ રાજ્ય યુનિટના અધ્યક્ષ કે. આર્મસ્ટ્રોંગની આજે સાંજે તેમના ચેન્નઈના આવાસની બહાર થયેલી ક્રૂર હત્યા અત્યંત દુઃખદ અને અત્યંત નિંદનીય છે. વ્યવસાયે વકીલ આર્મસ્ટ્રોંગ રાજ્યમાં દલિતો માટે મજબૂત અવાજ તરીકે જાણીતા હતા. સરકારે તાત્કાલિક દોષિતો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ.