ટોપ ન્યૂઝનેશનલ

“દુનિયાની આઠમી અજાયબી” ચિનાબ રેલ બ્રિજ તૈયાર, જાણો ક્યારે દોડશે ટ્રેન

નવી દિલ્હી: જમ્મુ કાશ્મીરનો રિયાસી વિસ્તાર હાલમાં જ આતંકવાદી હુમલા માટે સમાચારમાં ચમક્યો હતો. ચેનાબ નદીના કિનારે સ્થિત જમ્મુ ક્ષેત્રનો આ ભવ્ય વિસ્તાર ફરી એકવાર લોકજીભે આવ્યો છે, અને આ વખતે ચર્ચામાં આવવાનું કારણ આતંકવાદી હુમલો નહીં, પણ કંઇક બીજું જ, આપણને ગર્વ કરાવનારું છે. જી હા, જમ્મુ અને કાશ્મીરમાં ચેનાબ નદી પર વિશ્વનો સૌથી ઉંચો રેલ્વે બ્રિજ-ચેનાબ રેલ્વે બ્રિજ પૂર્ણ થઈ ગયો છે. ટૂંક સમયમાં જ આ સિંગલ રૂટ પર ટ્રેન સેવા શરૂ કરવામાં આવશે. ઉત્તર રેલ્વેએ કહ્યું હતું કે ચેનાબ નદી પર બનેલા વિશ્વના સૌથી ઊંચા રેલ્વે પુલ પરથી ટૂંક સમયમાં જ ટ્રેનની મુસાફરી શરૂ થશે. હાલમાં જ રામબન જિલ્લામાં સંગલદાન અને રિયાસી વચ્ચેના ચેનાબ રેલ્વે બ્રિજનું વ્યાપક નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું.

રિયાસીના ડેપ્યુટી કમિશનર વિશેષ મહાજને જણાવ્યું હતું કે, ચેનાબ બ્રિજ લેટેસ્ટ ટેક્નોલોજીનું અનોખું ઉદાહરણ છે. રિયાસીમાં રહેતા દરેક રહેવાસી તે દિવસની રાહ જોઈ રહ્યા છે જ્યારે રેલ્વે બ્રિજથી રામબન જિલ્લાના સંગલદાન અને રિયાસી વચ્ચે ટ્રેનોની અવરજવર શરૂ થશે. ચેનાબ બ્રિજ એ આધુનિક વિશ્વનું એન્જિનિયરિંગ અજાયબી છે. જે દિવસે ટ્રેન આ ચેનાબ બ્રિજને પાર કરીને પ્રથમ વખત રિયાસી પહોંચશે, તે દિવસ જિલ્લામાં રહેતા દરેક રહેવાસી માટે એક મહાન પરિવર્તનનો દિવસ હશે. આ અમારા માટે ગર્વની ક્ષણ હશે, કારણ કે અમારા એન્જિનિયરોએ એક અજાયબી સર્જી છે. આ દુનિયાની આઠમી અજાયબી છે. આ પુલ અદ્ભુત છે. તેમણે વધુમાં કહ્યું હતું કે ટ્રેન સેવા શરૂ કરવાની ચોક્કસ તારીખ આપી શકાય તેમ નથી, પરંતુ મને આશા છે કે તે દિવસ જલ્દી આવશે.

જમ્મુ અને કાશ્મીરમાં ચેનાબ નદી પર 359 મીટર (લગભગ 109 ફૂટ) ની ઊંચાઈએ બનેલો ચેનાબ રેલ બ્રિજ એફિલ ટાવર કરતા લગભગ 35 મીટર ઊંચો છે. આ પુલ અદભૂત સ્ટીલ કમાન ડિઝાઇન ધરાવે છે, જેની કુલ લંબાઈ 1,315 મીટર (4,314 ફૂટ) છે. આ કમાનની લંબાઈ 467 મીટર (1,532 ફૂટ) છે. આ સિંગલ-ટ્રેક રેલ્વે લાઇન છે, જે કાશ્મીર ખીણને બાકીના ભારતીય રેલ્વે નેટવર્ક સાથે જોડે છે.

હાલમાં, કન્યાકુમારીથી કટરા સુધીની રેલ્વે લાઇન પર ટ્રેનો ચાલે છે, જ્યારે કાશ્મીર ખીણમાં બારામુલાથી સાંગલદાન સુધી સેવાઓ ચાલે છે. ચેનાબ રેલ્વે બ્રિજ કાર્યાન્વિત થયા બાદ રામબનથી રિયાસી સુધી ટ્રેન સેવા ચાલશે. ભારતીય રેલ્વેએ આ પુલ પર તેની સફળ ટ્રાયલ શરૂ કરી દીધી છે.

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker