નેશનલવિજ્ઞાન અને ટેકનોલોજી

Google Maps પર મળશે વાયુ પ્રદુષણના સ્તરની જાણકારી; આ રીતે કરી શકો છો ઉપયોગ

મુંબઈ: શિયાળો શરુ થતા રાજધાની દિલ્હી સહીત દેશના ઘણા શહેરોમાં વધી રહેલું વાયુ પ્રદુષણ ચિંતાનો વિષય (Air pollution in Delhi) બન્યું છે. હવે તમે તમારા ફોન પર સરળતાથી જેતે વિસ્તારમાં વાયુ પ્રદુષણનું સ્તર જાણી શકો છો. Googleએ રિઅલ-ટાઇમ એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) ડેટાને ટ્રૅક કરવા માટે ભારત યુઝર્સ માટે એક નવું ફિચર એડ કર્યું છે. Google Map પર AQI ટ્રેકિંગની સુવિધાને વધુ સરળ બનાવવામાં આવી છે, આ સુવિધા 40 થી વધુ દેશોમાં ઉપલબ્ધ છે.


Also read: દિલ્હીમાં ભાજપને ફટકોઃ ‘આપ’નો દબદબો યથાવત, મહેશ ખીંચી બન્યા મેયર


આ અપડેટ સાથે Google maps યુઝર્સને લેટેસ્ટ AQI માહિતી આપતું રહેશે. જેની મદદથી યુઝર્સ એર પોલ્યુશનની સ્થિતિઓ પર નજર રાખીને તેમની દિનચર્યાઓ અને મુસાફરીનું આયોજન કરી શકે. આ સુવિધા યુએસ, ઓસ્ટ્રેલિયા, ઇઝરાયેલ, ચિલી, સિંગાપોર ભારત જેવા દેશોમાં ઉપલબ્ધ છે. ભારતના યુઝર્સ આ માહિતીને સીધી Google maps એપમાં જ મેળવી શકશે.

કલર-કોડેડ સિસ્ટમ: Google Maps પર AQI ટ્રેકર કલર-કોડેડ સિસ્ટમનો ઉપયોગ કરીને એર ક્વોલીટીની માહિતી આપે છે. લીલો રંગ સલામત અને સ્વસ્થ હવાની ગુણવત્તા દર્શાવે છે, જ્યારે પીળો મધ્યમ સ્તર દર્શાવે છે. કેસરી રંગ સંવેદનશીલ વ્યક્તિઓ માટે બિનઆરોગ્યપ્રદ હવા સૂચવે છે, અને લાલ રંગ દરેક વ્યક્તિ માટે બિનઆરોગ્યપ્રદ હવાની સ્થિતિ સૂચવે છે. જાંબલી રંગ ખૂબ જ બિનઆરોગ્યપ્રદ હવા સૂચવે છે, અને મરૂન રંગ અત્યંત જોખમી સ્તરો દર્શાવે છે.


Also read: ખાલિસ્તાની આતંકવાદી અર્શ ડલ્લાને ISIએ આપ્યા હતા હથિયાર: ભારતે પ્રત્યર્પણની કરી માંગ


ગૂગલ મેપ્સ પર AQI ટ્રેકરનો ઉપયોગ કેવી રીતે કરવો:

  1. તમારા ડિવાઈસ પર Google Maps એપ્લિકેશનનું લેટેસ્ટ વર્ઝન ઇન્સ્ટોલ કરો.
  2. સર્ચ ટેબમાં જે સ્થાનનું પ્રદુષણ તપાસવું છે તેનું નામ દાખલ કરો.
  3. લોકેશન દેખાય પછી સર્ચ બારની નીચે સ્થિત સ્ક્વેરના સ્ટેક જેવા દેખાતા લેયર્સ આઇકોનને ટેપ કરો.
  4. દેખાતા મેનુ ઓપ્શનમાંથી “એર ક્વોલિટી” પસંદ કરો

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button