મેરઠમાં પ્રશ્નપત્રમાં ઉગ્રવાદી સંગઠનો સાથે RSS નું નામ જોડતા હોબાળો; અંતે પ્રોફેસરે માંગી માફી…

મેરઠ: ઉત્તર પ્રદેશનાં મેરઠમાં યુનિવર્સિટીના એક પ્રશ્નપત્રમાં રાષ્ટ્રીય સવ્યમ સેવક સંઘને લઈને પૂછવામા આવેલા પ્રશ્ન અંગે વિવાદના મંડાણ થયા છે. પ્રશ્નમાં, RSS ને નક્સલવાદીઓ અને ઉગ્રવાદીઓ સાથે જોડવામાં આવત સંઘ સાથે સંકળાયેલા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. વિરોધ પ્રદર્શનો બાદ યુનિવર્સિટીએ એક તપાસ સમિતિની રચના કરી જેણે પ્રશ્નપત્ર તૈયાર કરનાર પ્રોફેસર સામે કાર્યવાહી કરી છે.
RSS અંગે પ્રશ્નથી વિવાદ
મેરઠની ચૌધરી ચરણ સિંહ યુનિવર્સિટી ફરી એકવાર વિવાદોના ઘેરામાં ફસાઈ છે. અહીં, માસ્ટર ઓફ આર્ટસનાં રાજનીતિ શાસ્ત્રનાંના બીજા સેમેસ્ટરના પ્રશ્નપત્રમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને નક્સલવાદી અને આતંકવાદી સંગઠનોની શ્રેણીમાં મૂકવામાં આવ્યો હતો. પ્રશ્નમાં આપવામાં આવેલા અન્ય વિકલ્પોમાં નક્સલવાદીઓ, જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રન્ટ, દલ ખાલસાનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
ABVPએ કર્યો રજિસ્ટ્રાર ઓફિસનો ઘેરાવ
આ મુદ્દે લઈને RSS સમર્થકોમાં ઘણો રોષ વ્યાપ્યો હતો. જે બાદ શુક્રવારે ABVP ના કાર્યકરોએ પ્રશ્નપત્રમાં પૂછાયેલા બે પ્રશ્નોને લઈને હોબાળો મચાવ્યો હતો. રજિસ્ટ્રાર ઓફિસનો ઘેરાવ કરવામાં આવ્યો હતો, જેના પગલે પ્રશ્નપત્ર સેટ કરનાર પ્રોફેસર સીમા પવાર સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી. વિવાદ વધતો જોઈને યુનિવર્સિટીએ તપાસ સમિતિની રચના કરી હતી. તપાસ બાદ પ્રોફેસરને પરીક્ષાની પ્રક્રિયામાંથી દૂર કરી દેવામાં આવ્યા હતા.
લેખિત માફી પણ માંગી
આ સમગ્ર મામલે યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ધીરેન્દ્ર વર્માએ જણાવ્યું હતું કે સીમા પવાર મેરઠ કોલેજમાં પ્રોફેસર છે, તેમણે સ્પષ્ટતા કરી હતી કે તેમણે અભ્યાસક્રમ મુજબ પેપર સેટ કર્યું હતું. આ વિવાદ બાદ તેમણે લેખિત માફી પણ માંગી છે. રજિસ્ટ્રારે કહ્યું કે પ્રોફેસર સામે કાર્યવાહી કરવામાં આવી છે અને તેમને પેપર સેટ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, હવે તેઓ પેપર સેટ નહીં કરે.
આપણ વાંચો: પીએમ મોદીએ RSSની કરી ભરપેટ પ્રશંસા, કહ્યું- જ્યાં સેવા કાર્ય ત્યાં સ્વયંસેવક