Chardham Yatra: સાવધાન, જો મંદિર પરિસરમાં ભૂલથી પણ કરશો આ કામ તો…

ઉત્તરાખંડઃ 10મી મેથી શરૂ થયેલી પવિત્ર ચારધામની યાત્રા માટે હજારો યાત્રાળુઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે અને કેટલાય યાત્રાળુઓ તો યાત્રા શરૂ કરી ચૂક્યા છે. આ બધા વચ્ચે હવે એક મહત્ત્વના સમાચાર આવી રહ્યા છે. સરકાર દ્વારા યાત્રાળુઓ માટે નવી ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે અને આ ગાઈડલાઈનનું પાલન તમામ ભક્તોએ કરવું પડશે. આવો જોઈએ શું છે આ નવી ગાઈડલાઈન…
ઉત્તકાખંડમાં આવેલા કેદારનાથ, બદરીનાથ, ગંગોત્રી અને યમુનોત્રી એમ ચાર પવિત્ર ધામની યાત્રા કરવા માટે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. આ સાથે સરકારે નવા નિયમો પણ બનાવ્યા છે. આ નવા નિયમ અનુસાર ચારધામ પર યાત્રાળુઓના અમુક કામ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આવો જોઈએ કે આખરે ચારધામમાં યાત્રાળુઓ કઈ કઈ વસ્તુઓ નહીં કરી શકે…
દર વર્ષે ઉત્તરાખંડમાં યોજાતી ચારધામની યાત્રાને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. હિંદુ ધર્મમાં આપવામાં આવેલી માહિતી અનુસાર આ યાત્રાનું એક અલગ મહત્ત્વ છે. દર વર્ષે લાખોની સંખ્યામાં લોકો અહીં આવે છે અને સતત વધી રહેલી યાત્રાળુઓની સંખ્યાને ધ્યાનમાં લઈને ઉત્તરાખંડ સરકાર દ્વારા આ નિયમો બનાવવામાં આવ્યા છે.
આ પણ વાંચો : ચારધામ યાત્રામાં ગંગોત્રી-યમનોત્રીમાં ફસાયેલા ગુજરાતીઓની વહારે ગુજરાત સરકાર
જો કોઈ પણ શ્રદ્ધાળુ ચારધામની યાત્રા કરવા માંગે છે તો તેણે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે, એના વિના કોઈ પણ યાત્રા કરી શકશે નહીં. કોઈ પણ યાત્રાળુઓ રજિસ્ટ્રેશન વિના યાત્રા કરી શકશે નહીં. રજિસ્ટ્રેશન માટે ઉત્તરાખંડ સરકારની ઓફિશિયલ વેબસાઈટ પર જવું પડશે.
છેલ્લા કેટલાક સમયથી લોકોમાં રીલ્સ બનાવવાનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. લોકો હોસ્પિટલ, મોલ, હોસ્પિટલ હોય કે થિયેટર કે પછી કોઈ મંદિર હોય… લોકો ત્યાં પણ રીલ્સ બનાવે છે. આ જ કારણે મંદિરમાં ભીડ જોવા મળે છે અને એને કારણે માહોલ ખરાબ થઈ શકે છે. ઉત્તરાખંડ સરકાર દ્વારા મંદિર અને મંદિર પરિસરમાં રીલ્સ બનાવવા પર પ્રતિબંધ મૂક્યો છે. જો કોઈ આવું કરશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.
સોશિયલ મીડિયાના આ સમયમાં લોકો જ્યાં પણ જાય છે ત્યાં પહેલાં ફોટો ખેંચે છે અને પછી બીજું કોઈ પણ કામ કરે છે. આવું કરતી વખતે કોઈ વખત ભારે ભીડ જમા થઈ જાય છે. ચારધામમાં આવું ન થાય એટલે ઉત્તરાખંડ સરકાર દ્વારા મંદિર પરિસરમાં ફોનના ઉપયોગ પર જ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે એટલે તમે મંદિરમાં જ્યારે દર્શન કરવા જશો ત્યારે તમે ફોનનો ઉપયોગ નહીં કરી શકો.