જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ, એક આતંકી ઠાર

કુલગામ : જમ્મુ કાશ્મીરમાં હાલ અમરનાથ યાત્રા ચાલી રહી છે. આ દરમિયાન જમ્મુ કાશ્મીરના કુલગામમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચેની અથડામણમાં એક આતંકી ઠાર મરાયો છે. સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે હજુ પણ અથડામણ ચાલુ છે. સુરક્ષા દળોને આતંકીઓ છુપાયા હોવાની મળેલી માહિતી બાદ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન આતંકીઓ ગોળીબાર કરતા અથડામણ શરુ થઈ છે.
હજુ પણ અથડામણ ચાલુ
આ ઓપરેશનના જમ્મુ કાશ્મીર પોલીસ, સેના અને સીઆરપીએફના જવાનો સામેલ છે. આ ઓપરેશનનું નામ અખાલ રાખવામાં આવ્યું છે. આ અથડામણ શુક્રવારે શરુ થઈ છે. જેમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે હજુ પણ અથડામણ ચાલુ છે. આ અંગે મળતી માહિતી મુજબ એક આતંકવાદીની ડેડ બોડી જોવા મળી છે. ઓપરેશન દરમિયાન સવારે ચાર વાગે 20 મિનીટ સુધી સામસામો ગોળીબાર થયો હતો.
અખાલના દેવસરમાં ચાર આતંકી છુપાયા હોવાની માહિતી
સુરક્ષા દળોને શુક્રવારે સાંજે મળેલી ગુપ્ત માહિતી મુજબ કુલગામના અખાલના દેવસરમાં ચાર આતંકી છુપાયા હોવાની માહિતી મળી હતી. તેની બાદ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જયારે આતંકી ગામ સીમા પર જંગલ તરફ છુપાયેલા હતા ત્યાં સુરક્ષા દળો પહોંચતા જ સામસામો ગોળીબાર શરુ થયો હતો.
ઉલ્લેખનીય છે કે, આ પૂર્વે અનંતનાગમાં આતંકીઓના ત્રણ મદદગારો હથિયારો જથ્થા સાથે ઝડપાયા હતા. જેના લીધે પુલવામામાં મોટા આતંકી હુમલાને નિષ્ફળ બનાવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો…જમ્મુ કાશ્મીરમાં સેનાનો સપાટો: પહલગામ હુમલાનો માસ્ટરમાઈન્ડ હાશિમ મુસા ઠાર