
અમરાવતી : તિરુપતિ લાડુ(Tirupati Ladoo) વિવાદને લઈને સમગ્ર દેશમાં હોબાળો ચાલી રહ્યો છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ દાવો કર્યો છે કે લાડુ પ્રસાદમાં ચરબી ભેળવવામાં આવી છે. આ મામલે સીએમ ચંદ્રબાબુ નાયડુ અને પૂર્વ સીએમ જગન રેડ્ડી આમને-સામને છે.
જ્યારે આ મુદ્દે દ YSRCP ચીફ જગન મોહન રેડ્ડીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. આ પત્રમાં તેણે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ પર તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD)ની પવિત્રતાને કલંકિત કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો છે. એટલું જ નહી તેમણે પીએમ મોદીને જગન મોહન રેડીએ ચંદ્રાબાબુ નાયડુને ઠપકો આપવા અને સત્ય જાહેર કરવાની અપીલ કરી છે.
મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ પર ખોટું બોલવાનો આરોપ
વડા પ્રધાનને લખેલા તેમના પત્રમાં તેમણે કહ્યું હતું કે, “હું આ પત્ર આંધ્રપ્રદેશ રાજ્યમાં બની રહેલી દુ:ખદ ઘટનાઓ તરફ તમારું ધ્યાન દોરવા માટે લખી રહ્યો છું. તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમની પવિત્રતા, અખંડિતતા અને પ્રતિષ્ઠાને અપુરતી નુકસાન થયું છે. મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ દ્વારા એવો સંદેશ આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે ભગવાન વેંકટેશ્વરના માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં લાખો હિંદુ ભક્તો છે અને જો આ નાજુક પરિસ્થિતિને ધ્યાનથી ન સંભાળવામાં આવે તો આ જૂઠાણું મોટું નુકસાન કરી શકે છે.
પ્રસાદનું કરોડો હિંદુ ભક્તોના હૃદયમાં વિશિષ્ટ સ્થાન
તેમણે આગળ લખ્યું, મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ ટીટીડીની કામગીરી સામે જૂઠાણું ફેલાવ્યું છે. તેમણે આરોપ લગાવ્યો છે કે તિરુમાલા મંદિરમાં પ્રસાદ બનાવવામાં જે ઘીનો ઉપયોગ કરવામાં આવે છે તે ભેળસેળયુક્ત છે અને તે ઘીમાં પ્રાણીઓની ચરબી છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે તિરુમાલાની જગ્યાએ પશુ ચરબીનો ઉપયોગ કરવામાં આવે છે. લાડુ બનાવવામાં ઘીનો આ પ્રસાદ કરોડો હિંદુ ભક્તોના હૃદયમાં ખૂબ જ વિશિષ્ટ સ્થાન ધરાવે છે.