ભાઈ ભાઈઃ આંધ્ર પ્રદેશના નાયબ મુખ્ય પ્રધાન અને ચિરંજીવીના પ્રેમ વિશે જાણો છો
પવન કલ્યાણે આંધ્ર પ્રદેશના નાયબ મુખ્ય પ્રધાનનું પદ સંભાળ્યું છે. ચંદ્રબાબુ નાયડુએ બુધવારે વિજવારામાં આયોજિત શપથ ગ્રહણ સમારોહમાં આંધ્રપ્રદેશના સીએમ તરીકે શપથ પણ લીધા હતા. આ પ્રસંગે પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડા પણ હાજર હતા. આ દરમિયાન દક્ષિણ ભારતીય સિનેમાના મોટા સ્ટાર્સ પણ હાજર રહ્યા હતા. પવન કલ્યાણ નાયબ મુખ્યમંત્રી બન્યા અને હવે તેઓ રાજકારણમાં મહત્વની ભૂમિકા ભજવવા જઈ રહ્યા છે.
ત્યારે આજે અમે તમને પવન કલ્યાણ અને ચિરંજીવીના સંબંધોની વાત કરવા જઈ રહ્યા છે. તાજેતરમાં પવન કલ્યાણનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો હતો. આ વીડિયોમાં પવન કલ્યાણ તેના મોટા ભાઈ ચિરંજીવીના ચરણ સ્પર્શ કરી તેમના આશીર્વાદ લેતા જોવા મળે છે. આ વીડિયો જોઈને લોકો નાના ભાઈ પવન કલ્યાણનો ચિરંજીવી પ્રત્યેનો પ્રેમ અને લાગણી જોઈને ભાવુક થઈ ગયા.
વાસ્તવમાં, આ વીડિયોમાં પવન કલ્યાણ ચિરંજીવીના પગને અડતા પહેલા તેના ચપ્પલ ઉતારે છે. આ પછી, તે મોટા ભાઈના આશીર્વાદ લેવા માટે આગળ વધે છે અને આ પહેલી વાર નથી. પવન કલ્યાણ બુધવારે નાયબ મુખ્યમંત્રી પદ સંભાળતાની સાથે જ તેઓ આશીર્વાદ લેવા માટે મંચ પરથી નીચે આવ્યા હતા. જ્યારે તેઓ મોટા ભાઈ ચિરંજીવી પાસે પહોંચ્યા ત્યારે તેમણે તેમના ચરણ સ્પર્શ કર્યા અને તેમના આશીર્વાદ લીધા.
પવન કલ્યાણે ઘણી વખત ઉલ્લેખ કર્યો છે કે તે તેના મોટા ભાઈ ચિરંજીવીને કેટલો પ્રેમ કરે છે. આવા વાક્યનો ઉલ્લેખ કરતાં, પ્રેમ કલ્યાણે એકવાર કહ્યું હતું કે હું જે છું તે ચિરંજીવીને લીધે છું. તેણે કહ્યું હતું કે એક સમયે હું આત્મહત્યા કરવા માંગતો હતો. પણ એ ખરાબ સમયમાં મને મારા મોટા ભાઈ ચિરંજીવીએ સાથ આપ્યો અને તેમણે મને સમજાવ્યો. સમજાવ્યું એટલું જ નહિ પણ મને પ્રોત્સાહિત પણ કર્યો. તેમના તરફથી પ્રોત્સાહન મળ્યા બાદ હું મારા જીવનને નવી રીતે શરૂ કરવાની હિંમત કેળવી શક્યો.
પવન કલ્યાણે 2008માં રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. તેમણે ભાઈ ચિરંજીવીની પ્રજા રાજ્યમ પાર્ટીના પ્રમુખ તરીકે પણ શપથ લીધા. કહેવાય છે કે બાદમાં જ્યારે ચિરંજીવીએ કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યું ત્યારે પવન કલ્યાણ આ નિર્ણયથી નારાજ હતા. અને આ પછી તેણે 2014માં જનસેના પાર્ટીના નામથી પોતાની પાર્ટી બનાવી. જોકે બન્નેએ એ વાત સ્પષ્ટ કરી હતી કે આ કારણે તેમના વચ્ચે વ્યક્તિગત રીતે કોઈ મનભેદ નથી અને તેમના સંબંધોને કોઈ અસર થશે નહીં.