આજે વર્ષનું છેલ્લું ચંદ્ર ગ્રહણ: ક્યારે, ક્યાં અને કેમ દેખાશે ‘બ્લડ મૂન’? જાણો બધી વિગત

આજે એટલે કે સાતમી સપ્ટેમ્બરના વર્ષનું બીજું અને છેલ્લું ચંદ્ર ગ્રહણ લાગવા જઈ રહ્યું છે. ચંદ્ર ગ્રહણ ત્યારે લાગે છે કે જ્યારે સૂર્ય, પૃથ્વી અને ચંદ્રમા એક લાઈનમાં આવે છે ત્યારે સૂર્યનો પ્રકાશ પૃથ્વીને કારણે ચંદ્રમા સુધી પહોંચતો નથી.
આ ઘટનાને કારણે ચંદ્ર ગ્રહણ લાગે છે. આજે સાતમી અને આઠમી સપ્ટેમ્બરના રાતે લાગનારું ગ્રહણ પૂર્ણ ચંદ્ર ગ્રહણ લાગશે. આ ગ્રહણ રવિવારે રાતે 9.58 કલાકથી લાગશે અને 8મી સપ્ટેમ્બરના 1.26 કલાક સુધી રહેશે. આ સમયે ચંદ્ર એકદમ લાલ રંગનો છે અને આ ગ્રહણને કોર્ન મૂન નામ આપવામાં આવ્યું છે. પૂર્ણ ચંદ્ર ગ્રહણને બ્લડ મૂન પણ કહેવામાં આવે છે.
આપણ વાંચો: આજે વર્ષનું બીજું ચંદ્ર ગ્રહણ, જાણો ક્યારથી લાગશે સૂતક કાળ?
ક્યારે લાગે છે ચંદ્ર ગ્રહણ?
પૃથ્વી સૂર્યની પરિક્રમા કરે છે. ચંદ્રમા એક ઉપગ્રહ છે, જે ધરતીની પરિક્રમા છે. આ સમયે જ્યારે સૂર્ય અને ચંદ્રમા વચ્ચે પૃથ્વી આવી જાય છે અને સૂર્યનો પ્રકાશ ચંદ્રમા સુધી નથી પહોંચતો. આ સમયે ધરતીની છાયા ચંદ્રમા પર પડે છે.
આ ખગોળીય ઘટનાને ચંદ્ર ગ્રહણ કહેવાય છે. પૂનમના દિવસે ખગોળીય ઘટના છે. હિંદુ પંચાગ અનુસાર દરેક મહિનાની શુક્લ પક્ષની અંતિમ તિથિ પૂર્ણિમા પર છે.
વર્ષમાં કેટલા ગ્રહણ લાગે છે?
માત્ર પૂર્ણિમાના દિવસે જ ચંદ્ર ગ્રહણ લાગે છે. ચંદ્રમાને પૃથ્વીના ચક્કર લગાવવા અને પૂર્ણિમા સુધી એક ચક્કર પૂરું કરવા માટે 29.5 દિવસ લાગે છે. જોકે, વર્ષમાં માત્ર ત્રણ ચંદ્ર ગ્રહણ લાગે છે.
આનું કારણ એવું છે કે પૃથ્વીની ચારે તરફ ચંદ્રમાની કક્ષા સમતળ નથી. આશરે પાંચ ડિગ્રીની કોણ પર છે. એનો અર્થ એવો થાય છે કે ચંદ્રમા અવારનવાર પૃથ્વીની છાયાની ઉપર કે નીચે જતો રહે છે.
આપણ વાંચો: 500 વર્ષ બાદ ચંદ્ર ગ્રહણ પર બનશે શુભ યોગ, આ રાશિના જાતકો બનશે માલામાલ…
ક્યા થાય છે બ્લડ મૂન?
વાત કરીએ બ્લડ મૂન ક્યારે થાય છે એની તો પૂર્ણ ચંદ્ર ગ્રહણના દિવસે બ્લડ મૂન થાય છે. પૃથ્વી સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવી જાય છે ત્યારે ચંદ્ર પૂરો અંધકારમાં નથી ડૂબતો પણ પૃથ્વીનું વાયુ મંડળ સૂર્યના પ્રકાશને વાળીને ફેલાવે છે.
જેને કારણે લાલ અને નારંગી રંગના લાંબા તરંગદૈર્ધ્ય વાયુ મંડળથી થઈને ચંદ્રમાની સપાટી સુધી પહોંચે છે અને આને કારણે ચંદ્રમા લાલ રંગનો દેખાય છે એટલે તેને બ્લડ મૂન કહેવાય છે.
ગ્રહણ ક્યાં ક્યાં દેખાશે?
વર્ષનું બીજું અને છેલ્લું ચંદ્ર ગ્રહણ આજે લાગી રહ્યું છે અને તે ભારતમાં દેખાશે. આ સિવાય તે એશિયા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝૂલેન્ડ અને અમેરિકાના અનેક ભાગમાં પણ દેખાશે.