નેશનલ

ચંદીગઢ પાલિકામાં નગરસેવકો અંદરોઅંદર બાખડ્યાં, મારામારીના દ્રશ્યો વાઈરલ…

ચંડીગઢ: મેયર પદની ચૂંટણીમાં ગેરરીતી બાદ ચંદીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન (Chandigarh Municipal Corporation) ફરી એક વાર ચર્ચામાં છે. આજે કોર્પોરેશનની બેઠકમાં ઘણો ભારે હોબાળો જોવા મળ્યો છે. મામલો એટલો વધી ગયો હતો કે કાઉન્સિલરોએ મારામારી પર ઉતરી આવ્યા. કોર્પોરેશનની બેઠક દરમિયાન ડૉ.ભીમરાવ આંબેડકર મુદ્દે કોંગ્રેસ અને ભાજપના કાઉન્સિલરો વચ્ચે ઉગ્ર દલીલો બાદ મારામારી થઈ હતી.

આ પણ વાંચો : Assembly Election: કાલકાજીની બેઠક પર આતિશીની સામે કોંગ્રેસ પણ ઉતારશે મહિલા ઉમેદવાર, જાણો કોણ છે?

અમિત શાહના રાજીનામાની માંગ:

કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાઉન્સિલરોએ આંબેડકર પરના નિવેદન બદલ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ વિરુદ્ધ ઠરાવ પસાર કર્યો અને તેમના રાજીનામાની માંગ કરી. તેની સામે ભાજપના કાઉન્સિલરોએ કોંગ્રેસ પર પંડિત જવાહર લાલ નહેરુના સમયમાં ડૉ. ભીમરાવ આંબેડકરના અપમાનનો આરોપ લગાવ્યો હતો.

કોંગ્રેસ-આપના કાઉન્સિલરો નામાંકિત કાઉન્સિલર અનિલ મસીહને વોટ ચોર ગણાવ્યા હતાં. મામલો ગરમાયો અને મારામારી પણ થઈ હતી. દરમિયાન અનિલ મસીહ વેલમાં આવ્યા અને કહ્યું કે રાહુલ ગાંધી પણ જામીન પર છે. આ સમય દરમિયાન મસીહ ખૂબ જ ગુસ્સામાં દેખાતા હતા.

ચુંટણીમાં ગોટાળો:

આ વર્ષે જાન્યુઆરીમાં બીજેપી ઉમેદવાર મનોજ સોનકરે ચંડીગઢ મેયરની ચૂંટણી જીતી હતી. આ સમય દરમિયાન, અનિલ મસીહ, જે પ્રિસાઇડિંગ ઓફિસર હતા, તેમણે 8 બેલેટ પેપર સાથે ચેડા કર્યા હતાં અને મતોને અમાન્ય જાહેર કર્યા હતા. આ મામલો દેશભરમાં ગુંજ્યો હતો.

આની સામે કોંગ્રેસ અને AAPએ હાઈકોર્ટ અને પછી સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે અનિલ મસીહને ફટકાર લગાવી અને આમ આદમી પાર્ટી (AAP)ના કુલદીપ કુમારને વિજેતા જાહેર કર્યા.

આ પણ વાંચો : ધોનીને રાંચીનું ઘર ખાલી કરી નાખવા નોટિસ મળી?

5 ફેબ્રુઆરીએ મતગણતરીનો વીડિયો જોયા બાદ કોર્ટે રિટર્નિંગ ઓફિસર અનિલ મસીહના વર્તન પર કડક ટિપ્પણી કરી હતી. કોર્ટે કહ્યું હતું કે મસીહ બેલેટ પેપર પર નિશાન લગાવતા જોવા મળ્યો હતો. આ સંપૂર્ણપણે ગેરકાયદેસર છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button