નેશનલ

Chandigarh Mayor Election: ‘ભાજપે બેઈમાની કરી…’ હાર બાદ કેજરીવાલના આરોપ

ચંડીગઢ મેયરની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની જીત થઇ છે. ચંદીગઢ મેયરની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર મનોજ સોનકરને 16 વોટ મળ્યા, જ્યારે તેમની સામે લડી રહેલા AAP ઉમેદવાર કુલદીપ કુમારને માત્ર 12 વોટ મળ્યા. આ ચૂંટણીમાં 8 મત અમાન્ય જાહેર થયા હતા.

આમ આદમી પાર્ટીના ચીફ અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે પણ ચંદીગઢ મેયરની ચૂંટણીના પરિણામ પર પ્રતિક્રિયા આપી છે. તેમણે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે આ લોકો મેયરની ચૂંટણીમાં આટલી હદ સુધી જઈ શકે છે તો દેશની ચૂંટણીમાં કોઈ પણ હદે જઈ શકે છે. આ ખૂબ જ ચિંતાજનક છે.

ચંદીગઢના મેયર પદની ચૂંટણી બાદ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટીએ સંયુક્ત પત્રકાર પરિષદ યોજી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં AAP નેતા રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે ચંદીગઢ મેયરની ચૂંટણી દરમિયાન અમે જે કંઈ જોયું તે માત્ર ગેરબંધારણીય જ નહીં પણ દેશદ્રોહ પણ છે.

તેમણે વધુમાં કહ્યું કે આજે જે બન્યું તે દર્શાવે છે કે ભાજપ મેયરની ચૂંટણી માટે તમામ ગેરકાયદેસર યુક્તિઓ અપનાવી શકે છે અને લોકસભા ચૂંટણીમાં તેની હાર જોયા પછી શું કરશે… શું ભાજપ આ દેશને ઉત્તર કોરિયામાં ફેરવવા માંગે છે?


મેયરની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ AAP પાર્ટીએ કોર્પોરેશન બિલ્ડિંગમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન AAPના મેયર પદના ઉમેદવાર કુલદીપ કુમાર ભાવુક થઈ ગયા હતા.

મેયરની ચૂંટણી બાદ યોજાયેલી ડેપ્યુટી મેયર અને સિનિયર ડેપ્યુટી મેયરની ચૂંટણીનો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટીના કાઉન્સિલરોએ બહિષ્કાર કર્યો હતો. બંને પક્ષોના કાઉન્સિલરોએ આ ચૂંટણીમાં મતદાન કરવાનો ઇનકાર કર્યો હતો. આ પછી ભાજપના ઉમેદવાર રાજીન્દર કુમાર ચંદીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મેયર તરીકે ચૂંટાયા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button