ભાજપમાં જોડાવવાની અટકળો વચ્ચે Champai Soren એ આપ્યો આ જવાબ

નવી દિલ્હી : ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી ચંપાઈ સોરેન(Champai Soren)દિલ્હી પહોંચી ગયા છે. મળતી માહિતી મુજબ ચંપાઈ સોરેન એકલા જ દિલ્હી આવ્યા છે. ભાજપમાં જોડાવાની અટકળોને લઈને પણ તેમનું નિવેદન આવ્યું છે. તેમણે કહ્યું, હું અહીં મારા અંગત કામ માટે આવ્યો છું. મારી દીકરી અહીં રહે છે. તેને મળવા આવ્યો છું. હું મારા અંગત કામ માટે દિલ્હી આવતો-જતો રહું છું.
પોતાની નારાજગી વિશે પણ કશું કહ્યું નહીં
ભાજપમાં જોડાવાના પ્રશ્ન પર ચંપાઈએ કહ્યું, ‘જુઓ… મે કહ્યું છે, હું અત્યારે જ્યાં છું ત્યાં રહીશ. સીએમ હેમંત સોરેનની નારાજગીના સવાલ પર ચંપાઈએ ફરી એ કહ્યું, હું અહીં અંગત કામ માટે આવ્યો છું. તેઓ વારંવાર ભાજપમાં જોડાવાના પ્રશ્નને ટાળતા રહ્યા. તેમણે પોતાની નારાજગી વિશે પણ કશું કહ્યું નહીં.
છ ધારાસભ્યો સાથે નહીં એકલા દિલ્હી પહોંચ્યા
સૂત્રોને ટાંકીને એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે ચંપાઈ સોરેન JMMના છ ધારાસભ્યો સાથે દિલ્હી પહોંચશે. પરંતુ તેઓ એકલા જ દિલ્હી આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે સીએમ પદ પરથી રાજીનામું આપ્યા બાદ ચંપાઈ સોરેન નારાજ છે. આવી સ્થિતિમાં જો ચંપાઈ સોરેન ભાજપમાં જોડાય છે તો વિધાનસભા ચૂંટણી પહેલા હેમંત સોરેનની પાર્ટીને મોટો ફટકો પડી શકે છે. ચંપાઈ સોરેન રાજ્યના મોટા આદિવાસી નેતા છે.
સુવેન્દુ અધિકારીને મળ્યા હોવાનો ઇનકાર
સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે ચંપાઈ સોરેન કોલકાતામાં ભાજપ નેતા સુવેન્દુ અધિકારીને પણ મળ્યા હતા. જોકે, દિલ્હી પહોંચ્યા બાદ જ્યારે તેમને આ અંગે પૂછવામાં આવ્યું તો તેમણે સ્પષ્ટ ના પાડી દીધી. ચંપાઈએ કહ્યું, હું હજુ સુધી કોઈને મળ્યો નથી. જ્યારે તેમને ફરી એકવાર પૂછવામાં આવ્યું કે શું તેઓ JMMમાં રહેશે કે પાર્ટી છોડી દેશે? આના પર તેમણે હસીને કહ્યું, હું જ્યાં છું ત્યાં જ રહીશ
Also Read –