
Chaitra Month 2025: ભારતીય હિંદુ કેલેન્ડર પ્રમાણે ચૈત્ર મહિનામાં અનેક તહેવારો આવી રહ્યાં છે. હિંદુ કેલેન્ડર પ્રમાણે આજથી ચૈત્ર મહિનાની શરૂઆત થઈ ગઈ છે. આ વખતે 15 માર્ચ એટલે આજથી ચૈત્રમહિનો શરૂ થયો છે, જે 12 એપ્રિલ સુધી ચાલશે. શાસ્ત્રો પ્રમાણે ચૈત્ર મહિનાનું નામ ચિત્રા નક્ષત્ર સાથે સંબંધ હોવાના કારણે પડ્યું છે. ચૈત્ર મહિનાથી જ વસંત ઋતુનો અંત અને ઉનાળાની થાય છે. ચૈત્ર મહિનાને હિંદુ ધર્મમાં ખૂબ ધાર્મિક માન્યતા આપવામાં આવી છે. તો ચાલો ચૈત્ર માસનું શું મહત્વ છે? કેટલા તહેવારો આવે છે? તેની વિગતો જાણીએ
Also read : ઈશ્ર્વરના ન્યાયનું સત્ય
સૌથી પહેલા વાત તહેવારોની કરીએ, આ મહિનામાં નાના મોટા કુલ 13 તહેવારો આવે છે. આ મહિલાની એટલે કે ચૈત્ર વદ પાંચમના દિવસે રંગ પંચમી ઉજવવામાં આવે છે. વધારે મહત્વની વાતએ પણ છે કે, આજ મહિનામાં પાપમોચની એકદાશી પણ આવે છે. ચૈત્ર નવરાત્રિને પર્વ પણ આ જ મહિનામાં આવ છે, જેથી ધાર્મિક મહત્વ પણ વધારે છે. ચૈત્ર માસથી નવસંવત્સરનો પણ પ્રારંભ થાય છે. હિંદુઓ માટે સૌથી મહત્વની વાત એ છે કે, આજ મહિનામાં પ્રભુ શ્રીરામની જન્મજયંતિ એટલે કે રામનવમી આવે છે. જેથી અયોધ્યા સહિત ભારતભરમાં રામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે.
ચૈત્ર મહિનામાં ખાવા પીવા પર ખાસ ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. જ્યોતિષ એવું પણ કહે છે કે, આ મહિનામાં ધીરે ધીરે અનાજ ખાવાનું બંધ કરી દેવું જોઈએ અને વધારેમાં વધારે પાણી પીવું જોઈએ. આ સાથે સાથે તાજા ફળો, ગોળ અને ચણાં ખાવા પણ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. આ વસ્તુઓ બને એટલી વધારે ખાવાનો પ્રયત્ન કરવો જોઈએ. ખાસ ધ્યાન એ વાતનું પણ રાખવાનું કે વાસી ખાવાનું ટાળવું જોઈએ. જો કે, વાસી ભોજનથી અનેક પ્રકારની બીમારીઓ પણ થતી હોય છે. એટલે બને એટલું આવું ખાવાનું ટાળી જ લેવું જોઈએ.
આમ, તો હિંદુ ધર્મમાં પૂજા-વિધિને ખૂબ જ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. પરંતુ ચૈત્ર મહિનામાં સૂર્ય પૂજા કરવી અને દેવીની ઉપાસના કરવાથી ફાયદો થશે. દેવીની પૂજા અર્ચના શા માટે કરવી? તો શક્તિ અને ઉર્જા માટે દેવીની ઉપાસના કરવાથી લાભ થાય છે તેવું જ્યોતિષ કહે છે. આ મહિનામાં દાન કરવું પણ ખુબ જ ફાયદાકારક છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, હિંદુ ધર્મમાં દાનપૂર્ણ, વૃક્ષાનું જનત કરવું જેવી બાબતો પર વધારે ધ્યાન આપવામાં આવ્યું છે.
Also read : કોઈ પણ સર્જન ‘શક્તિ’ સિવાય અશક્ય છે…
આ મહિનામાં આવતા તહેવારોની યાદી
15 માર્ચ 2025 – ચૈત્ર મહિનાની શરૂઆત
16 માર્ચ 2025 – ભાઈ બીજ
17 માર્ચ 2025 – ભાલચંદ્ર સંકષ્ટી ચતુર્થી
19 માર્ચ 2025 – રંગ પંચમી
21 માર્ચ 2025 – શીતળા સપ્તમી
22 માર્ચ 2025 – શીતળા અષ્ટમી, બાસોદા, કલાષ્ટમી
25 માર્ચ 2025 – પાપમોચની એકાદશી
27 માર્ચ 2025 – પ્રદોષ ઉપવાસ, માસિક શિવરાત્રી
29 માર્ચ, 2025 – સૂર્યગ્રહણ, ચૈત્ર અમાવસ્યા
30 માર્ચ, 2025 – ગુડી પડવો, ચૈત્ર નવરાત્રી
31 માર્ચ 2025 – ગંગૌર
06 એપ્રિલ 2025 – રામ નવમી
12 એપ્રિલ 2025 – ચૈત્ર પૂર્ણિમા હનુમાન જયંતિ