ક્યા બાત હૈ ઉસ પરવાને કી…બે છોકરીઓને ગમ્યો એક જ છોકરો ને પછી…
સામાન્ય રીતે એક છોકરી માટે બે છોકરા લડી પડતા હોય અને ક્યારેક મારામારી તો હત્યા કરવા જેવા ગુના સુધી પહોંચી જતા હોય છે, પરંતુ યુપીમાં બે છોકરીઓ એક છોકરા માટે લડી પડ્યાનો વીડિયો વાયરલ થયો છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર કોઈ છોકરા મામલે બન્ને વચ્ચે બોલાચાલી થઈ અને વાત એટલી બગડી કે ખુરશીઓ ફેંકવા સુધી પહોંચી હતી.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં બે છોકરીઓ ચાની ટપરી પર લડતી જોવા મળી રહી છે. બંને વચ્ચે ઝઘડો એટલો વધી ગયો કે એક છોકરી બીજી પર ખુરશીઓ ફેંકવા લાગે છે. આ લડાઈ વ્યસ્ત રસ્તા પર થતી હોવાનું જાણવા મળ્યું છે. જેના કારણે ત્યાં હાજર લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો પર લોકો પણ ઘણી પ્રતિક્રિયા આપી રહ્યા છે.
વીડિયોની શરૂઆતમાં જોઈ શકાય છે કે એક છોકરી ખુરશી ઉપાડે છે અને બીજી છોકરી પર ફેંકે છે. જ્યારે બીજી યુવતી પોતાને બચાવવા ત્યાંથી દૂર જતી જોવા મળે છે. જેના પર ખુરશીઓ ફેંકવામાં આવી હતી તે યુવતી કહે છે કે માર મારવો હોય તો માર હું પોલીસ બોલાવીશ. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર અરહંત શેલ્બી નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે.
બાદમાં તેને ઘર કે ક્લેશ નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો હતો. વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે, યુપીના ગોરખપુરમાં એક ટી સ્ટોલ પર બે છોકરીઓ વચ્ચે છોકરાને લઈને ઝઘડો થયો. વીડિયો પર ટિપ્પણી કરતા એક યુઝરે કહ્યું, ‘મને થોડો ગુસ્સો આવ્યો. અન્ય એક યુઝરે લખ્યું, ગોરખપુર ઘણું બદલાઈ ગયું છે. દિલ્હી, નોઈડાની જેમ છોકરીઓ પણ છોકરા ખાતર એકબીજા સાથે લડે છે. ત્રીજા યુઝરે લખ્યું, યાર, જ્યારે આ છોકરીઓ એકબીજા સાથે લડે છે ત્યારે સારું નથી લાગતું. ચોથો યુઝર કહે છે, છોકરીઓ છોકરાઓ જેવી બની રહી છે.
આ પ્રકારનું તોફાન કે હિંસા આવકાર્ય નથી. પણ વાત જે હોય તે પણ છોકરા માટે લડતી છોકરીને જોઈને આશા પારેખ પર પિક્ચરાઈઝ થયેલું ગીત યાદ આવે છે. આંખો સે ઉતરી હૈ દિલમે…