નેશનલ

ચાય પે ચર્ચા હમ સબ એક હૈ: સંસદ સત્રમાં વિપક્ષી નેતાને મળ્યા PM મોદી, પ્રિયંકા ગાંધી પણ હાજર

નવી દિલ્હી : સંસદનું શિયાળુ સત્ર આજે ભારે હંગામા વચ્ચે પૂર્ણ થયું છે. આજે ભારે હંગામાના લીધે લોકસભાની કાર્યવાહી શરુ કરી શકાય ન હતી. તેથી સ્પીકર ઓમ બિરલાએ કાર્યવાહીને અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવાની જાહેરાત કરી હતી. જોકે, તેની બાદ સ્પીકર બોલાવેલી શાસક અને વિપક્ષી સાંસદોની બેઠક બોલાવી હતી. જેમાં પીએમ મોદી, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધી અને અન્ય પક્ષોના નેતાઓ હાજર રહ્યા હતા. તેમજ આ લોકોએ ચાય પે ચર્ચા કરી હતી.

પ્રિયંકા ગાંધીએ આ બેઠકમાં હાજરી આપી

આ બેઠકમાં કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીને સંરક્ષણ પ્રધાનની બાજુની બેઠક આપવામાં આવી હતી. વડા પ્રધાન મોદી સંરક્ષણ પ્રધાનની બાજુમાં બેઠેલા જોવા મળ્યા હતા. સંસદ સત્રના સમાપન સમયે લોકસભાના અધ્યક્ષ શાસક પક્ષ અને વિપક્ષના સાંસદો સાથે બેઠક કરે છે. ચોમાસુ સત્રના સમાપન સમયે આવી જ એક બેઠક યોજાઈ હતી. પરંતુ વિપક્ષે તેનો બહિષ્કાર કર્યો હતો.

રાહુલ ગાંધીએ ચોમાસુ સત્ર બાદની બેઠકમાં હાજરી નહોતી આપી

આ પરંપરાનો હેતુ શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે સંવાદ અને સુમેળ જાળવવાનો છે. ઉલ્લેખનીય વાત એ છે કે રાહુલ ગાંધીએ ચોમાસુ સત્રના સમાપન સમયે લોકસભા સ્પીકર દ્વારા બોલાવવામાં આવેલી આવી જ બેઠકમાં હાજરી આપી ન હતી. જોકે પ્રિયંકા ગાંધીએ આ બેઠકમાં હાજરી આપી હતી.

નીતિન ગડકરીએ તેમને ભોજન પીરસ્યું હતું

આ ઉપરાંત ચાલુ લોકસભામાં ગુરુવારે જ્યારે પ્રિયંકા ગાંધીએ કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી પાસે હાજર ન હોવાની ફરિયાદ કરી, ત્યારે તેમણે જવાબ આપ્યો કે તેમના દરવાજા હંમેશા ખુલ્લા છે. ગડકરીએ કહ્યું કે તેઓ પ્રશ્નકાળ પછી તેમની ઓફિસમાં આવીને તેમને મળી શકે છે. ત્યારબાદ પ્રિયંકા ગાંધી માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીની ઓફિસમાં ગયા હતા. જ્યાં નીતિન ગડકરીએ તેમને ભોજન પીરસ્યું હતું.

આ પણ વાંચો…સોના ચાંદીના વધતા ભાવ મુદ્દે સંસદમાં સવાલ ઉઠ્યા, સરકારે આપ્યો જવાબ…

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button