
નવી દિલ્હી: મણિપુરમાં રાજકીય અરાજકતા અને હિંસા વચ્ચે કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA) એ મણિપુર સહીત નોર્થ ઈસ્ટના નાગાલેન્ડ અને અરુણાચલ પ્રદેશમાં આર્મ્ડ ફોર્સિસ સ્પેશિયલ પાવર એક્ટ(AFSPA) નો સમયગાળો લંબાવવાનો નિર્ણય કયો છે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA) એ 13 પોલીસ સ્ટેશન વિસ્તારો સિવાય, સમગ્ર મણિપુર રાજ્યમાં AFSPA લાગુ કર્યો છે. આ સાથે, અરુણાચલ પ્રદેશના તિરાપ, ચાંગલાંગ અને લોંગડિંગ જિલ્લાઓ અને રાજ્યના ત્રણ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં AFSPA ને આગામી છ મહિના માટે લંબાવવામાં આવ્યો છે.નાગાલેન્ડમાં પણ AFSPAનો વિસ્તાર કરવામાં આવ્યો છે. રાજ્યના આઠ જિલ્લાઓ અને 21 પોલીસ સ્ટેશન વિસ્તારોમાં AFSPA લાગુ કરવામાં આવ્યો છે.
આ તમામ વિસ્તારોમાં આગામી છ મહિના માટે AFSPA લાગુ રહેશે, ત્યાર બાદ તેનો સમયગાળો વધુ લંબાવવા અંગે નિર્ણય લેવામાં આવશે.
મણીપુરના AFSPA:
ગૃહ મંત્રાલયના એક જાહેરનામા અનુસાર, મણિપુર રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કર્યા પછી કેન્દ્ર સરકાર આર્મ્ડ ફોર્સ (સ્પેશિયલ પવાર) એક્ટ, 1958 ની કલમ 3 દ્વારા આપવામાં આવેલી સત્તાઓનો ઉપયોગ કરીને પાંચ જિલ્લાઓના 13 પોલીસ સ્ટેશનના અધિકારક્ષેત્ર હેઠળ આવતા વિસ્તારો સિવાય, સમગ્ર મણિપુરને 1 એપ્રિલ, 2025 થી છ મહિનાના સમયગાળા માટે ‘અશાંત વિસ્તાર’ તરીકે જાહેર કરે છે, સિવાય કે તેને પાછો ખેંચવામાંનો આદેશ આપવામાં ન આવે.
મણિપુરમાં તાણવ ભરી સ્થિતિ?
એન બિરેન સિંહના રાજીનામા બાદ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું છે. છેલ્લા બે વર્ષથી વધુ સમયથી મણિપુરમાં શરુ થયેલી હિંસા હજુ સુધી શાંત થઇ શકી નથી, અથડામણની કોઈને કોઈ ઘટના સતત બનતી રહે છે. એવામાં રાજ્યમાં હાલ તણાવભરી સ્થિતિ છે. આ કારણે મણિપુરમાં AFSPAનો વિસ્તાર કરવામાં આવ્યો છે.
મણીપુરના આ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં AFSPA લાગુ નહીં પડે:
મણિપુરના ઇમ્ફાલ, લમ્ફાલ, સિટી, સિંગજામી, પટસોઇ, વાંગોઇ, પોરોમપટ, હિંગાંગ, ઇરિલબુંગ, થૌબલ, બિષ્ણુપુ, નામ્બોલ અને કાકચિંગ વિસ્તારોમાં AFSPA લાગુ નહીં થાય.
નાગાલેન્ડના આ જીલ્લામાં પણ લાગુ થશે AFSPA:
ગૃહ મંત્રાલયે નાગાલેન્ડના દિમાપુર, નિઉલેન્ડ, ચુમોઉકેડિમા, મોન, કિફિરે, નોકલાક, ફેક અને પેરેન જિલ્લામાં AFSPA ની અવધિ લંબાવી છે. કોહિમા જિલ્લાના ખુઝામા, કોહિમા ઉત્તર, કોહિમા દક્ષિણ, ઝુબ્ઝા અને કેઝોચા પોલીસ સ્ટેશનના અધિકારક્ષેત્ર હેઠળ આવતા વિસ્તારો અને મોકોકચુંગ જિલ્લામાં માંગકોલેમ્બા, મોકોકચુંગ-૧, લોંગથો, તુલી, લોંગચેમ અને અનાકી ‘સી’ પોલીસ સ્ટેશનો વિસ્તારને ‘અશાંત ક્ષેત્ર’ જાહેર કરવામાં આવ્યા છે.
AFSPA શું છે?
AFSPA એટલે કે આર્મ્ડ ફોર્સ સ્પેશિયલ પવાર એક્ટ આશાંત જેહેર કરવામાં આવેલા ક્ષેત્રોમાં સશસ્ત્ર દળોને વધારાની સત્તા આપે છે, જેનાથી સશસ્ત્ર દળો ઝડપથી અને સરળતાથી કાર્યવાહી કરી શકે. AFSPA અશાંત વિસ્તારોમાં કાર્યરત સશસ્ત્ર દળોને જરૂર પડ્યે સર્ચ, ધરપકડ અને ગોળીબાર કરવાની સત્તા આપે છે.
સ્વતંત્રતા પછી તત્કાલીન વડા પ્રધાન જવાહરલાલ નહેરુની સરકારે 1958 માં આ કાયદાને ઉત્તરપૂર્વના રાજ્યોમાં લાગુ કયો હતો, ત્યાર જ્યારે ઉત્તર-પૂર્વીય રાજ્યો, જમ્મુ અને કાશ્મીર અને પંજાબમાં ઉગ્રવાદ ચરમસીમાએ હતો ત્યારે આ કાયદો લાગુ કરવામાં આવ્યો. આ બાદ પંજાબ પહેલું એવું રાજ્ય હતું જ્યાંથી આ કાયદો હટાવવામાં આવ્યો, ત્યાર સ્થિતિ સુધરતા ત્રિપુરા અને મેઘાલય માંથી પણ આ કાયદો હટાવવામાં આવ્યો. પરંતુ નાગાલેન્ડ, મણિપુર, આસામ અને અરુણાચલ પ્રદેશના કેટલાક વિસ્તારોમાં આ કાયદો હજુ પણ અમલમાં છે.
આપણ વાંચો : પીએમ મોદીએ RSSની કરી ભરપેટ પ્રશંસા, કહ્યું- જ્યાં સેવા કાર્ય ત્યાં સ્વયંસેવક
AFSPA ની ટીકા?
માનવ અધિકાર સંગઠનો અવારનવાર આ કાયદાનમાં દુરુપયોગ અંગે સવાલો ઉઠાવતા રહે છે. સેનાને આપવામાં આવેલી વિશેષ સત્તાને લોકશાહીના મુલ્યોની વિરુદ્ધ માનવામાં આવે છે. આ કાયદા હેઠળ ભારતીય સેનાએ કરેલી ઘણી કાર્યવાહીમાં નિદોષ નાગરીકો ભોગ બન્યા હોવાના કિસ્સા નોંધાયા છે, જેના કારણે આ કયદો હંમેશા વિવાદમાં રહ્યો છે.