તો… 2026 થી CBSE ના ધોરણ 12 ના વિદ્યાર્થીઓ માટે બે વાર બોર્ડ પરીક્ષા લેવાશે

નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક ફોર સ્કૂલ એજ્યુકેશન (NCFSE) દ્વારા ભલામણ કર્યા મુજબ વર્ષમાં બે વાર બોર્ડની પરીક્ષાઓ લેવાની યોજનાને ધ્યાનમાં રાખીને, સરકાર 2026 થી દર વર્ષે જૂનમાં CBSE ના ધોરણ 12 ના વિદ્યાર્થીઓ માટે બીજી બોર્ડ પરીક્ષા આયોજિત કરવા પર ટૂંક સમયમાં નિર્ણય લે તેવી શક્યતા છે.
હાલમાં, ધોરણ 12નો વિદ્યાર્થી ફેબ્રુઆરી-માર્ચમાં CBSE બોર્ડની પરીક્ષા માટે બેસે છે. ધોરણ 12ની બોર્ડ પરીક્ષાઓનું પરિણામ મેમાં જાહેર કરવામાં આવે છે, અને જો વિદ્યાર્થીએ અપેક્ષા મુજબ સ્કોર ન કર્યો હોય, તો તેમની પાસે જુલાઈમાં આયોજિત એક વિષય માટે “પૂરક પરીક્ષાઓ” માટે હાજર રહેવાનો વિકલ્પ છે. આ વર્ષે, “પૂરક પરીક્ષાઓ” જુલાઈ 15 ના રોજ લેવામાં આવી હતી.
જો કે, નવી નેશનલ એજ્યુકેશન પોલિસી 2020માં વિદ્યાર્થીઓ પરના દબાણને દૂર કરવા માટે દ્વિવાર્ષિક બોર્ડ પરીક્ષાઓની દરખાસ્ત કરવામાં આવી છે. આના અનુસંધાનમાં, શિક્ષણ મંત્રાલયે CBSEને 2026થી દર વર્ષે ધોરણ 12 ના વિદ્યાર્થીઓ માટે બે બોર્ડ પરીક્ષાઓ યોજવા માટે પ્રસ્તાવ તૈયાર કરવા જણાવ્યું છે, જેમાં ફેબ્રુઆરી-માર્ચમાં પ્રથમ પરીક્ષા હશે અને બીજી પરીક્ષા જૂનમાં લેવાશે.
ધોરણ 12 ના વિદ્યાર્થીઓ પાસે કોઈપણ અથવા બધા વિષયો માટે “supplementary exams” અથવા “improvement exams” આપવાનો વિકલ્પ પણ હોઈ શકે છે
સીબીએસઈને બોર્ડ પરીક્ષાના આ બીજા સેટનું આયોજન કરવા માટે અંદાજે 15 દિવસની જરૂર પડશે અને પરિણામ જાહેર કરવા માટે લગભગ એક મહિનાનો સમય લાગશે . આનો અર્થ એ છે કે જો પરીક્ષાઓ જૂનમાં લેવામાં આવે છે, તો પરિણામ ઓગસ્ટમાં જાહેર કરવામાં આવશે. જોકે, આ અંગે હજી અંતિમ નિર્ણય લેવાનો બાકી છે.
નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 પર આધારિત NCFSE જણાવે છે કે દર વર્ષે, દરેક વિદ્યાર્થીઓને વર્ષમાં બે વાર બોર્ડની પરીક્ષામાં બેસવાની તક મળવી જોઈએ, જેમાં શ્રેષ્ઠ સ્કોર ધ્યાનમાં લેવામાં આવવો જોઇએ.