નેશનલ

કેન્દ્ર સરકારે માછીમારોના હિતમાં નિર્ણય લીધો, ઈઈઝેડમાં માછીમારી માટે નવા નિયમો જાહેર

નવી દિલ્હી : કેન્દ્ર સરકારે માછીમારોમાં હિતમાં નિર્ણય લીધો છે. જેમાં માછીમારોના હિતના રક્ષણ માટે દરિયામાં એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન (EEZ) માં ઉંડા સમુદ્રમાં માછીમારી માટે નવા નિયમો જાહેર કર્યા છે. જેનો હેતુ માછીમારો, સહકારી અને નાના પાયે માછીમારોને પ્રોત્સાહન આપવાનો છે. નવા ફેરફારથી વિદેશી જહાજોને ભારતીય જળસીમામાં માછીમારી નહી કરી શકે.

માછીમારોની સહકારી સંસ્થાઓને પ્રાથમિકતા અપાશે

આ નવા નિયમો અનુસાર કોઈપણ વિદેશી માછીમારી જહાજ ભારતીય જળસીમામાં માછીમારી કરી શકશે નહીં. જે દેશના નાના માછીમારોના હિતોનું રક્ષણ કરશે. તેમજ માછીમારોની સહકારી સંસ્થાઓ અને ફિશ ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન (FFPOs) ને હવે ઊંડા સમુદ્રમાં માછીમારી માટે પ્રાથમિકતા આપવામાં આવશે. આ સંસ્થાઓ આધુનિક ટેકનોલોજીથી સજ્જ બોટનો ઉપયોગ કરી શકશે.

આ પણ વાંચો : માછીમારો નજીકના બંદરે પાછા ફરે! ભારતીય કોસ્ટ ગાર્ડે જાહેર કરી ચેતવણી, જુઓ વીડિયો

આંદામાન અને નિકોબાર ટાપુઓ અને લક્ષદ્વીપ માટે ફાયદારૂપ

આ વ્યવસ્થા ખાસ કરીને આંદામાન અને નિકોબાર ટાપુઓ અને લક્ષદ્વીપ ટાપુઓ જેવા ટાપુઓ માટે ફાયદાકારક રહેશે, જે ભારતના EEZ નો 49 ટકા હિસ્સો ધરાવે છે. જયારે સરકાર દ્વારા સૂચિત કરાયેલા નવા નિયમો પર્યાવરણીય સંરક્ષણ પર પણ ભાર મૂકે છે. એલઈડી લાઇટ ફિશિંગ, પેયર ટ્રોલિંગ અને બુલ ટ્રોલિંગ જેવી હાનિકારક પ્રથાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમજ માછલી પકડવા માટે લઘુત્તમ કાનૂની લંબાઈ સીમા સ્થાપિત કરવામાં આવશે. તેમજ રાજ્યો સાથે સહયોગથી મત્સ્યઉદ્યોગ વ્યવસ્થાપન યોજનાઓ વિકસાવવામાં આવશે.

આ પણ વાંચો : ગુજરાતના અનેક જીલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button