કેન્દ્ર સરકારે સિક્કિમ માટે રૂ. ૪૦૦ કરોડના પ્રોજેક્ટને મંજૂરી આપી
ગંગટોક: સિક્કિમના મુખ્ય પ્રધાન પ્રેમ સિંહ તમંગે આજે જણાવ્યું હતું કે ઉત્તર પૂર્વીય ક્ષેત્રના વિકાસ મંત્રાલય (ડોએનઇઆર)એ રાજ્ય સરકાર માટે રૂ. ૪૦૦ કરોડના વિવિધ પ્રોજેક્ટને મંજૂરી આપી છે.
અહીં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા તમંગે સિક્કિમ માટે વિવિધ પ્રોજેક્ટ્સને મંજૂરી આપવા બદલ મુલાકાતે આવેલા કેન્દ્રીય ડોએનઇઆર પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાનો આભાર માન્યો હતો.
એમણે વધુમાં જણાવ્યું હતું કે સિક્કિમની મુલાકાત લેવા અને રાજ્યના વિકાસ માટે ઘણા પ્રોજેક્ટ્સને મંજૂરી આપવા બદલ હું સિંધિયાનો ખૂબ આભારી છું. આ પ્રોજેક્ટ્સ રાજ્યમાં વિકાસ પ્રવૃત્તિઓને ઝડપી બનાવશે” તમંગે જણાવ્યું હતું કે નવા પ્રોજેક્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વેગ આપશે અને હિમાલયન રાજ્યના વિકાસને વેગ આપશે.
પ્રેસ કોન્ફરન્સને સંબોધતા સિંધિયાએ કહ્યું કે કેન્દ્રીય DoNER મંત્રાલયે સિક્કિમ સરકાર દ્વારા મંત્રાલયને મોકલવામાં આવેલા વિવિધ પ્રોજેક્ટ પર વિચારણા કરી હતી અને રાજ્યમાં નવી મેડિકલ કોલેજ સ્થાપવા માટે ૧૭૦ કરોડ રૂપિયા, નામચી જિલ્લા માટે મેડિકલ સાધનોની ખરીદી માટે ૧૫૦ કરોડ રૂપિયા અને હોસ્પિટલ અને મંગન જિલ્લા હોસ્પિટલને અપગ્રેડ કરવા માટે રૂ. ૬ કરોડ મંજૂર કર્યા હતા.