નેશનલ

ફ્લાઈટ્સમાં બોમ્બ બ્લાસ્ટની ધમકીઓ અંગે કેન્દ્ર સરકારે X ને ફટકાર લગાવી…

નવી દિલ્હી: છેલ્લા કેટલાક દિવસોથી દેશની વિવિધ એરલાઈન્સને ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકીઓ (Bomb Threat in Flights) મળી ચુકી છે. અત્યાર સુધી મળેલી તમામ ધમકીઓ પોકળ સાબિત થઇ હતી, જોકે એરલાઈન્સને કરોડોનું નુકશાન પહોંચ્યું છે અને મુસાફરોની સુરક્ષા સામે ગંભીર ખતરો ઉભો થયો છે. આ મામલે સરકારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X ને ફટકાર લગાવી છે.

આ પણ વાંચો : ફ્લાઇટમાં બોમ્બની ધમકીઓ પર ધમકી આપી રહ્યા છે આ X હેન્ડલ, કરોડો રૂપિયાનું થઈ ચૂક્યું છે નુકસાન…

એક અહેવાલ મુજબ, છેલ્લા આઠ દિવસમાં 150 થી વધુ ફ્લાઈટ્સને ધમકીઓ મળી ચુકી છે. અકાસા, એર ઈન્ડિયા, ઈન્ડિગો અને વિસ્તારાની કાર્યવાહીને માઠી અસર પહોંચી છે. એક અહેવાલ મુજબ, આ મુદ્દાને ઉકેલવા માટે સંયુક્ત સચિવ સંકેત એસ ભોંડવેની અધ્યક્ષતામાં મંગળવારે સાંજે એક વર્ચ્યુઅલ બેઠક યોજાઈ હતી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X અને Meta ના પ્રતિનિધિઓ સાથે એર ઈન્ડિયા અને વિસ્તારાના એરલાઈન અધિકારીઓએ મીટિંગમાં હાજર રહ્યા હતાં.

અહેવાલ મુજબ, સરકારે આ કટોકટીની પરિસ્થિતિમાં તેની ભૂમિકા માટે X ની ટીકા કરી હતી, સરકારે કહ્યું કે આ વર્તાવ આવા ગુનાને પ્રોત્સાહન આપવા સમાન છે. બોમ્બ થ્રેટ પોસ્ટ કરવામાં સામેલ X એકાઉન્ટ્સની યુઝર આઈડી અથવા ડોમેન વિગતો મેળવવા માટે દિલ્હી પોલીસને સંઘર્ષ કરવો પડ્યો હતો, જેના માટે સરકારે Xને ફટકાર લગાવી હતી.

સાયબર સિક્યોરીટી એજન્સીઓએ સોમવારથી લગભગ 10 સોશિયલ મીડિયા હેન્ડલ્સને સસ્પેન્ડ અથવા બ્લૉક કર્યા છે, જે X અકાઉન્ટ છે. એજન્સીઓએ ધમકીઓ આપવા વપરાતા શબ્દો ધરાવતી પોસ્ટ દુર કરી છે, આવી પોસ્ટ્સમાં “બોમ્બ” અને “બ્લડ વિલ બી એવરીવ્હેર” શબ્દોનો ઉલ્લેખ હતો. ધમકી આપનાર હેન્ડલ્સના પ્રાઈમરી ઈમેઈલ અને લોકેશન ટ્રેક કરવા માટે કામ કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો : ફ્લાઇટમાં ફર્સ્ટ અને ઇકોનોમી ક્લાસના પેસેન્જર કરે છે આવી ડિમાન્ડ, એર હોસ્ટેસે શેર કર્યો અનુભવ…

સરકારે ખાતરી આપી છે કે એજન્સીઓ એરલાઇન્સ સામે બોમ્બની ધમકીના તમામ કેસોની સક્રિયપણે તપાસ કરી રહી છે અને પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહી છે. નાગરિક ઉડ્ડયન પ્રધાન કે રામમોહન નાયડુએ કહ્યું કે સરકાર આ મામલાને ગંભીરતાથી પગલા લઈ રહી છે અને ભવિષ્યમાં આવી ઘટનાઓને રોકવા માટે કામ કરી રહી છે.

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker