નેશનલ

કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 ટકા સુધીનો ઘટાડો કર્યો

નવી દિલ્હી : કેન્દ્ર સરકારે નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 ટકા સુધીનો ઘટાડો કર્યો હોવાની માહિતી પ્રકાશમાં આવી છે. જેમાં સરકારે સરકારે ટનલ, બ્રિજ, ફ્લાયઓવર અથવા એલિવેટેડ રોડ જેવા માળખા ધરાવતા નેશનલ હાઇવેના ભાગો માટે ટોલ દરમાં 50 ટકા સુધીનો ઘટાડો કર્યો છે. આ પગલાથી વાહનચાલકો માટે મુસાફરી ખર્ચમાં ઘટાડો થશે. નેશનલ હાઇવેપર ટોલ પ્લાઝા પર યુઝર્સ ફી નેશનલ હાઇવે 2008 નિયમો મુજબ વસૂલવામાં આવે છે. જ્યારે માર્ગ પરિવહન અને નેશનલ હાઇવે મંત્રાલયે 2008ના નિયમોમાં સુધારો કર્યો છે અને ટોલ કિંમતોની ગણતરી માટે એક નવી ફોર્મ્યુલા સૂચિત કરી છે.

ટોલ કિંમતોની ગણતરી માટે એક નવી ફોર્મ્યુલા સૂચિત

બુધવારે જાહેર કરાયેલ પરિપત્રઅનુસાર, “નેશનલ હાઇવે સ્ટ્રક્ચર અથવા સ્ટ્રક્ચર પરના સ્ટ્રેચ માટે ટોલ દરની ગણતરી નેશનલ હાઇવે સેક્સનની લંબાઈમાં સ્ટ્રક્ચર અથવા સ્ટ્રક્ચર ની લંબાઈના દસ ગણા ઉમેરીને કરવામાં આવશે. જેમાં સ્ટ્રક્ચર ની લંબાઈ સિવાય અથવા નેશનલ હાઇવેના સેક્સનની કુલ લંબાઈના પાંચ ગણા જે પણ ઓછું હોય તે ઉમેરીને કરવામાં આવશે. આમાં, ‘સ્ટ્રક્ચર’ નો અર્થ સ્વતંત્ર પુલ, ટનલ, ફ્લાયઓવર અથવા એલિવેટેડ હાઇવે થાય છે.

મુસાફરો નિયમિત ટોલ કરતાં દસ ગણો ટોલ ચૂકવે છે

જ્યારે હાલના નિયમો મુજબ નેશલન હાઇવે પર દરેક કિલોમીટરના માળખા માટે મુસાફરો નિયમિત ટોલ કરતાં દસ ગણો ટોલ ચૂકવે છે. નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) ના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે વર્તમાન ટોલ ગણતરી ફોર્મ્યુલાનો હેતુ આવા માળખાગત સુવિધાઓ સાથે સંકળાયેલા ઊંચા બાંધકામ ખર્ચને વળતર આપવાનો છે. અધિકારીએ જણાવ્યું હતું કે માર્ગ પરિવહન અને નેશનલ હાઇવે મંત્રાલય દ્વારા જાહેર કરાયેલ સુધારેલા જાહેરનામામાં ફ્લાયઓવર, અંડરપાસ અને ટનલ જેવા વિસ્તારો માટે ટોલ દરમાં 50 ટકા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો…હવે ટુ વ્હિલર પર પણ ટોલ ટેક્સ ભરવો પડશે? જાણો નીતિન ગડકરીએ શું કહ્યું

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »
Back to top button