મણિપુરમાં હિંસા: શાંતિ સ્થાપવા માટે વધુ 10,000 જવાનને મોકલાશે... મુંબઈ સમાચાર

મણિપુરમાં હિંસા: શાંતિ સ્થાપવા માટે વધુ 10,000 જવાનને મોકલાશે…

નવી દિલ્હી: તાજેતરની હિંસાની પરિસ્થિતિ વચ્ચે શાંતિ સ્થાપવા માટે કેન્દ્ર સરકાર મણિપુરમાં 10,000 થી વધુ વધારાના સૈનિકો મોકલશે. કેન્દ્ર સરકારે મણિપુરમાં જાતિય હિંસા પર કાબૂ મેળવવા માટે વધારાની 90 કંપની મોકલવાનો નિર્ણય લીધો છે, આ બાદ હવે મણિપુરમાં તૈનાત કેન્દ્રીય સુરક્ષા દળોની સંખ્યા વધીને 288 કંપનીઓ થઈ જશે.

આ પણ વાંચો : જ્ઞાનવાપી કેસમાં સુપ્રીમ કોર્ટે મુસ્લિમ પક્ષને નોટિસ ફટકારી, 2 અઠવાડિયામાં જવાબ માંગ્યો

10,000 થી વધુ વધારાના સૈનિકો

કેન્દ્ર સરકારે જાતિય હિંસાથી પ્રભાવિત મણિપુરમાં 10,000 થી વધુ વધારાના સૈનિકો મોકલવાનો નિર્ણય લીધો છે. મ્યાનમાર સરહદને અડકીને આવેલા મણિપુરમાં કેન્દ્રીય દળોની કુલ કંપનીઓની સંખ્યા વધીને 288 થઈ જશે.આ માહિતી રાજ્યના મુખ્ય સુરક્ષા સલાહકાર કુલદીપ સિંહે આપી હતી.

90 નવી કંપનીઓ તૈનાત

કુલ 90 નવી કંપનીઓ તૈનાત કરવામાં આવી રહી છે, જેમાંથી મોટાભાગની કંપનીઓ ઈમ્ફાલ પહોંચી ગઈ છે. આ કંપનીઓમાં લગભગ 10,800 સૈનિકો સામેલ છે. કુલદીપ સિંહે કહ્યું કે આ દળોને સંવેદનશીલ વિસ્તારોમાં તૈનાત કરવામાં આવી રહ્યા છે જેથી કરીને લોકોના જીવન અને સંપત્તિની સુરક્ષા કરી શકાય અને હિંસા અટકાવી શકાય.

આ પણ વાંચો : Parliament Session : સંસદના શિયાળુ સત્રમાં આટલા બિલ રજુ કરાશે, વકફ સંશોધન બિલ પર હંગામાની શકયતા

ટૂંક સમયમાં સ્થપાશે શાંતિ

મણિપુર સરકારના સુરક્ષા સલાહકાર કુલદીપ સિંહે જણાવ્યું હતું કે રાજ્યમાં સુરક્ષાને વધુ મજબૂત કરવા માટે દરેક જિલ્લામાં નવા સંકલન કેન્દ્રો અને કંટ્રોલ રૂમ બનાવવામાં આવી રહ્યા છે ને પહેલાથી કાર્યરત કેન્દ્રોની પણ સમીક્ષા કરવામાં આવી રહી છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ટૂંક સમયમાં તમામ વિસ્તારોમાં સંપૂર્ણ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવશે અને રાજ્યમાં શાંતિ પુનઃસ્થાપિત કરવામાં આવશે.

Back to top button