કેન્દ્ર સરકારે કફ સિરપ અંગે એડવાઈઝરી જાહેર કરી, રાજસ્થાન સરકારે ડ્રગ કંટ્રોલરને સસ્પેન્ડ કર્યા

દેશના મધ્યપ્રદેશ અને રાજસ્થાનના કફ સિરપ પીધા બાદ બાળકોના મૃત્યુથી સરકાર સર્તક બની છે. તેમજ કેન્દ્ર સરકારે
કફ સિરપ અંગે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે એડવાઈઝરી જાહેર કરી છે. જેમાં બે વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ઉધરસ અને શરદીની દવાઓ ન આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. જયારે રાજસ્થાન સરકારે ડ્રગ કંટ્રોલરને સસ્પેન્ડ કર્યા છે. તેમજ કાયસન ફાર્માની દવાઓનું વિતરણ બંધ કરી દેવામાં આવ્યું છે.
બાળકોને કફ સિરપ ન આપવા ભલામણ
કેન્દ્રના આરોગ્ય સેવા મહાનિર્દેશાલય દ્વારા જાહેર કરવામાં આવેલી એડવાઈઝરી મુજબ સામાન્ય રીતે પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે કફ સિરપની ભલામણ કરવામાં આવતી નથી. તેમાં જણાવાયું છે કે વૃદ્ધ લોકો માટે, તેનો ઉપયોગ કાળજીપૂર્વક અને યોગ્ય માત્રા મુજબ કરવો જોઈએ. આ ઉપરાંત ડીજીએચએસના ડોક્ટર સુનીતા શર્માએ જણાવ્યું છે ડોકટરોએ બાળકોને દવા આપતા પૂર્વે તેના ડોઝનું ધ્યાન રાખવું જોઈએ. તેમજ બાળકોની ગંભીર ખાંસી અને બીમારી જાતે જ સારી થતી હોય છે. તેમજ તે દવા વિના તે સારા થાય છે.
આ અગાઉ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી , સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન વગેરેના પ્રતિનિધિઓની સંયુક્ત ટીમે મધ્યપ્રદેશમાં વિવિધ કફ સિરપના નમૂના એકત્રિત કરવા માટે સ્થળ મુલાકાત લીધી હતી.
આ ડ્રગ્સ કિડનીને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે.
જયારે હાલમાં મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં કફ સિરપના સેવનથી બાળકોના મૃત્યુના અહેવાલો આવ્યા છે. મંત્રાલયે જણાવ્યું હતું કે પરીક્ષણના પરિણામો અનુસાર કોઈપણ નમૂનામાં ડાયથિલિન ગ્લાયકોલ અથવા ઇથિલિન ગ્લાયકોલ હોવાનું જાણવા નથી મળ્યું. આ ડ્રગ્સ કિડનીને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે.
ડ્રગ કંટ્રોલર રાજારામ શર્માને સસ્પેન્ડ કરવામાં આવ્યા
જયારે બીજી તરફ રાજસ્થાન સરકારે કફ સિરપ વિવાદ બાદ રાજ્યના ડ્રગ કંટ્રોલર રાજારામ શર્માને સસ્પેન્ડ કર્યા છે. તેમજ જયપુર સ્થિત કાયસન ફાર્મા દ્વારા ઉત્પાદિત તમામ 19 દવાઓનું વિતરણ તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવ્યું છે. મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં કફ સિરપથી બાળકોના મૃત્યુના અહેવાલો બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ પણ વાંચો…રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં કફ સિરપ પીધા બાદ 11 બાળકોએ જીવ ગુમાવ્યો