નેશનલ

Bournvita, Horlicks જેવા પીણાંના વેચાણ અંગે કેન્દ્ર સરકારે આપી ચેતવણી…

નવી દિલ્હી: બાળકોના ગ્રોથ અને શારીરિક વિકાસનો દાવો કરનાર બોર્નવિટા અને બીજા અનેક હેલ્થ ડ્રિંક્સ બજારો અને ઓનલાઇન વેબસાઇટ પર મળે છે. જોકે બાળકોના સ્વાસ્થ્ય માટે લાભદાયી હોવાનો દાવો કરનાર બોર્નવિટા સાથે બીજા દરેક હેલ્થ ડ્રિંક્સ શું ખરેખર લાભદાયી છે? એવા પ્રશ્નો આપણાં મનમાં આવે છે. જોકે હવે ભારત સરકારે હેલ્થ ડ્રિંક્સના નામે પીણાં વેચનાર કંપનીઓ સામે કડક પગલાં ભરી તેમની સામે કાર્યવાહી કરવાનું શરૂ કર્યું છે.

માર્કેટમાં બોર્નવિટા જેવા અનેક દૂધમાં ભેળવીને બાળકોને અપાતા પીણાં ઉપલબ્ધ છે. તેમ જ આ તમામ ડ્રિંક્સ બાળકોના ગ્રોથ અને શારીરિક વિકાસમાં વધારો કરે છે એવો દાવો કરીને તેની જાહેરાત કંપની દ્વારા કરવામાં આવે છે. આ હેલ્થ ડ્રિંક્સની જાહેરાત બાબતે ઉદ્યોગ મંત્રાલયે એડવાઇઝરી જાહેર કરી છે. આ આદેશ મુજબ કોઈપણ વેબસાઇટ પર હેલ્થ ડ્રિંક્સના નામે આ પીણાંનું વેચાણ કરી શકાશે નહીં. તેમ જ બોર્નવિટા અને બીજા અનેક પીણાંને હેલ્થ ડ્રિંક્સની શ્રેણીમાંથી બહાર કાઢવામાં આવે એવો પણ આદેશ આપવામાં આવ્યો હતો.

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા વેબસાઇટ પરથી બોર્નવિટા, હોર્લિક્સ અને કોમ્પ્લાન જેવા અનેક કંપનીના દૂધના પીણાંને ‘હેલ્થ ડ્રિંક્સ’ની શ્રેણીમાંથી બાકાત કરી વેચાણ કરવાનો આદેશ આપ્યો છે. ઓનલાઇન અનેક વેબસાઇટ પર આ પીણાંઓને ‘હેલ્થ ડ્રિંક્સ’ના નામે વહેંચવામાં આવી રહ્યા છે. નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ (NCPCR)એ કરેલી તપાસમાં જાણવા મળ્યું કે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ ‘હેલ્થ ડ્રિંક્સ’ની કોઈપણ વ્યાખ્યા નથી, જેથી આ પીણાંનું હેલ્થ ડ્રિંક્સના નામે વેચાણ ન કરવાનો આદેશ કેન્દ્ર સરકારે આપ્યો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button