મોંઘવારી ભથ્થું વધાર્યા બાદ હવે કેન્દ્ર સરકારના કર્મચારીઓને મળશે આ લાભ | મુંબઈ સમાચાર
Top Newsનેશનલ

મોંઘવારી ભથ્થું વધાર્યા બાદ હવે કેન્દ્ર સરકારના કર્મચારીઓને મળશે આ લાભ

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે થોડા દિવસ પહેલા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો કર્યો હતો ત્યારે હવે લગભગ 2000 જેટલી મેડિકલ પ્રોસિઝર માટે નવા દર નક્કી કર્યા છે. આ દર ટિયર-1, ટિયર-2, ટિયર-3માં જે હૉસ્પિટલો આવે છે તેના એક્રેડિટેશન પર આધારિત છે.

સરકારે સેન્ટ્રલ ગવર્નમેન્ટ હેલ્થ સ્કીમ (Central Government Health Scheme) અંતર્ગત 2,000 મેડિકલ પ્રોસિઝર માટે પેકેજ રેટને રિવાઈઝ કર્યા છે. CGHS દ્વારા કરવામાં આવેલા આ ફેરફાર 13 ઑક્ટોબરથી લાગુ થશે. છેલ્લા દોઢ દસકમાં સૌથી મોટું સંશોધન માનવામાં આવે છે. આ ફેરફાર લાવવાનું કારણ એ હતું કે અગાઉ જે વ્યવસ્થા હતી તેનાથી હૉસ્પિટલ અને લાભાર્થીઓ બન્નેએ તકલીફનો સામનો કરવો પડતો હતો.

કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્સનર્સની ફરિયાદ એ હતી કે CGHS સાથે જોડાયેલા હૉસ્પિટલ મોટે ભાગે કેશલેસ સર્વિસ આપતા નથી. આથી તેમણે હૉસ્પિટલોને રોકડમાં ફીચૂકવવી પડતી હતી અને ત્યારબાદ સરકાર તરફથી રકમ મેળવવા માટે ઘણો સમય લાગી જતો હતો.

હૉસ્પિટલોના કહેવા અનુસાર સરકારે જે રેટ નક્કી કરી રાખ્યો છે તે જૂનો છે અને આજે મેડિકલ ખર્ચ વધ્યો છે, આથી તેમને પરવડતું નથી. કર્મચારીઓએ આ અંગે સરકાર સામે રજૂઆત કરી હતી અને આવી સ્થિતિઓને કારણે તેમને ઈલાજનો લાભ નથી મળતો અથવા ઘણીવાર ઈમરજન્સી સર્વિસ પણ ન મળતી હોવાનું જણાવ્યું હતું. હવે સરકારે આ દર વધારી તેમની મોટી સમસ્યા હળવી કરી છે. લગભગ 50 લાખ જેટલા કર્મચારીને આનો ફાયદો થશે.

આ પણ વાંચો…લાખો રેલ્વે કર્મચારીઓની દિવાળી સુધરી! કેન્દ્ર સરકારે આટલા કરોડની બોનસ રકમ મંજુર કરી

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button