નેશનલશેર બજાર

કેન્દ્ર સરકારે આપી બ્રોકર્સને મોટી રાહત, વ્યવસાયની વ્યાખ્યા સ્પષ્ટ કરી

મુંબઇ : કેન્દ્ર સરકારે સિક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ રેગ્યુલેશન રૂલ્સ (SCRR)માં સુધારો કરીને બ્રોકર્સને મોટી રાહત આપી છે. હવે બ્રોકર્સ તેમના વ્યવસાયમાંથી મળેલા નાણાંનો ઉપયોગ રોકાણ માટે કરી શકશે. જોકે, આ માટેની શરત એ છે કે તેમાં ગ્રાહકના નાણાં કે સિક્યોરિટીઝનો સમાવેશ ન થવો જોઈએ અને તે બ્રોકરેજ યુનિટ પર કોઈ નાણાકીય જવાબદારી ઉભી ન કરે. આ સુધારાને નાણાં મંત્રાલયના આર્થિક બાબતોના વિભાગ દ્વારા 19 મેના રોજ જાહેર કરવામાં આવ્યો છે.

નિયમ 8 માં સુધારો કરવામાં આવ્યો

નિયમ 8 માં સુધારો કરવામાં આવ્યો. જે મુજબ બ્રોકર્સ દ્વારા કરવામાં આવેલા રોકાણને વ્યવસાય ગણવામાં આવશે નહીં સિવાય કે તેમાં ગ્રાહકના નાણાં અથવા સિક્યોરિટીઝનો સમાવેશ થતો હોય અથવા તે બ્રોકર પર નાણાકીય જવાબદારી ઉભી કરે. અગાઉ, નિયમ 8 બ્રોકર્સને સિક્યોરિટીઝ અથવા કોમોડિટી ડેરિવેટિવ્ઝ સિવાય કોઈપણ વ્યવસાયમાં જોડાવા પર પ્રતિબંધ મૂકતો હતો. જોકે, વ્યવસાયની અસ્પષ્ટ વ્યાખ્યાને કારણે, સેબી અને એક્સચેન્જોએ તેનું અલગ રીતે અર્થઘટન કર્યું.

વ્યવસાયની વ્યાખ્યા સ્પષ્ટ કરવામાં આવી

આ સુધારો એટલા માટે જરૂરી હતો કારણ કે ભૂતકાળના કેટલાક કિસ્સાઓમાં સેબી અને સ્ટોક એક્સચેન્જ દ્વારા અલગ અલગ અર્થઘટનોએ બ્રોકર્સ માટે સમસ્યાઓ ઊભી કરી હતી. જેમાં કોટક સિક્યોરિટીઝના કિસ્સામાં, એનએસઇ એ કહ્યું હતું કે તેણે ચાર સહયોગી કંપનીઓમાં રૂપિયા 624 કરોડનું રોકાણ કર્યું છે. જે નિયમ 8નું ઉલ્લંઘન હતું. જ્યારે જિયોજિત BNP પરિબાના કિસ્સામાં સેબીએ એ કહ્યું હતું કે પેટાકંપનીને આપવામાં આવેલી લોન વ્યવસાય નથી, પરંતુ વેન્ચર ગ્રોથ અને સિક્યોરિટીઝના કિસ્સામાં સેબીએ તેને નિયમોનું ઉલ્લંઘન માન્યું.

આપણ વાંચો:  ભારતીય શેરબજારની ફ્લેટ શરૂઆત, સેન્સેક્સ નિફ્ટીમાં શરૂઆતી વધારા બાદ ઘટાડો નોંધાયો

એનએસઇના નિર્ણયને બોમ્બે હાઈકોર્ટમાં પડકાર્યો

કોટક સિક્યોરિટીઝે એનએસઇના નિર્ણયને બોમ્બે હાઈકોર્ટમાં પડકાર્યો જ્યાં કેન્દ્રએ નિયમોમાં સ્પષ્ટતા લાવવાનું વચન આપ્યું.તેની બાદ સપ્ટેમ્બર 2024 માં એક કન્સલ્ટેશન પેપર જાહેર કરવામાં આવ્યું હતું અને હવે આ સુધારો અમલમાં આવ્યો છે.

ઉધાર લીધેલા ભંડોળમાંથી ગ્રુપ કંપનીઓમાં રોકાણ કરવાની સ્વતંત્રતા

નાણા મંત્રાલયે કહ્યું કે આ સુધારાથી બ્રોકર્સ માટે વ્યવસાય સરળ બનશે અને નિયમનકારી સ્પષ્ટતા આવશે. આ સુધારાથી બ્રોકર્સને તેમની પોતાની કમાણી અને ઉધાર લીધેલા ભંડોળમાંથી ગ્રુપ કંપનીઓમાં રોકાણ કરવાની સ્વતંત્રતા મળે છે. આનાથી બ્રોકરોને મૂડી એકત્ર કરવા અને તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.

નવા નિયમો સાથે આવી સમસ્યાઓ ઓછી થશે

ઉલ્લેખનીય છે કે, 7 જાન્યુઆરી 2022 ના રોજ એનએસઇ અને બીએસઇએ એક પરિપત્ર બહાર પાડ્યો હતો.જેમાં જણાવાયું હતું કે સુધારા પહેલા એનએસઇ ના 100 બ્રોકર્સ અને બીએસઇના 4 બ્રોકર્સ નિયમ 8 નું પાલન કરતા ન હતા. હવે નવા નિયમો સાથે આવી સમસ્યાઓ ઓછી થશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button