નેશનલ

Diwali Bonus : કેન્દ્ર સરકારે કર્મચારીઓ માટે જાહેર કર્યું દિવાળી બોનસ, આટલા દિવસનું બોનસ મળશે

નવી દિલ્હી : કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની (Diwali Bonus) જાહેરાત કરી છે. નાણા મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન-પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. આ અંતર્ગત કેન્દ્રીય કર્મચારીઓના 30 દિવસના મહેનતાણા સમાન બોનસ આપવામાં આવશે. આ આદેશમાં કહેવામાં આવ્યું છે કે પાત્ર કર્મચારીઓમાં ગ્રુપ ‘C’અને ગ્રુપ ‘B’નોન-ગેઝેટેડ કર્મચારીઓનો સમાવેશ થાય છે જેઓ કોઈપણ ઉત્પાદકતા-લિંક્ડ બોનસ યોજનાનો ભાગ નથી. બોનસની ગણતરી માટે મહત્તમ માસિક પગાર રુપિયા 7,000 નક્કી કરવામાં આવ્યો છે.

આ કર્મચારીઓને મળશે બોનસનો લાભ

આ બોનસ કેન્દ્રીય અર્ધલશ્કરી દળો અને સશસ્ત્ર દળોના કર્મચારીઓ તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશોના કર્મચારીઓને કેન્દ્ર સરકારના પગાર માળખાને અનુસરીને પણ લાગુ થશે. બોનસ માટે કર્મચારીઓએ 31 માર્ચ, 2024 સુધીમાં સેવામાં હોવા જોઈએ અને વર્ષ દરમિયાન ઓછામાં ઓછા છ મહિના સતત સેવા પૂરી કરી હોવી જોઈએ. જે કર્મચારીઓએ આખા વર્ષ દરમ્યાન ઓછા સમય માટે સેવા આપી છે તેઓને કામ કરેલા મહિનાઓની સંખ્યાના આધારે પ્રમાણસર બોનસ પ્રાપ્ત થશે.

બોનસની રકમ કેવી રીતે ગણવામાં આવે છે?

બોનસની રકમની ગણતરી સરેરાશ વેતનને 30.4 વડે વિભાજીત કરીને, પછી તેને 30 દિવસ વડે ગુણાકાર કરીને કરવામાં આવશે. ઉદાહરણ તરીકે, જો કોઈ કર્મચારીનો માસિક પગાર રુપિયા 7,000 છે. તો તેમનું બોનસ આશરે રુપિયા 6,908 હશે. સતત ત્રણ વર્ષ સુધી વર્ષમાં ઓછામાં ઓછા 240 દિવસ કામ કરતા છુટક કર્મચારી પણ આ બોનસ માટે પાત્ર બનશે.જેની ગણતરી દર મહિને રુપિયા 1,200ના આધારે કરવામાં આવશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button