કેન્દ્ર સરકારે પીએમ કિસાન યોજનાનો હપ્તો ત્રણ રાજ્યોના ખેડૂતોને જમા કરાવ્યો | મુંબઈ સમાચાર
નેશનલ

કેન્દ્ર સરકારે પીએમ કિસાન યોજનાનો હપ્તો ત્રણ રાજ્યોના ખેડૂતોને જમા કરાવ્યો

નવી દિલ્હી : દિવાળી પૂર્વે કેન્દ્ર સરકારે ત્રણ રાજ્યના ખેડૂતોને ભેટ આપી છે. સરકારે પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો સમય પૂર્વે જમા કરાવી દીધો છે. જેમાં ત્રણ રાજ્યોના 27 લાખ ખેડૂતોના ખાતામાં રૂપિયા 540 કરોડ જમા કરવામાં આવ્યા છે.આ કિસાન સન્માન નિધિ પૂરગ્રસ્ત ઉત્તરાખંડ, પંજાબ અને હિમાચલ પ્રદેશના ખેડૂતોને જમા કરાવવામાં આવ્યો છે.

હિમાચલ પ્રદેશ અને પંજાબના ખેડૂતોને રકમ જમા કરાવી

પીએમ કિસાન સન્માન નિધિનો હપ્તો પૂરને કારણે ભારે નુકસાન સહન કરનારા ખેડૂતોને રાહત આપવા સમય પૂર્વે આપવામાં આવ્યો છે. જેમાં હિમાચલ પ્રદેશના 8 લાખ ખેડૂતોના ખાતામાં રૂપિયા160 કરોડ, પંજાબના 11 લાખ ખેડૂતોના બેંક ખાતામાં રૂપિયા 221 કરોડથી વધુ રકમ જમા કરવામાં આવી છે.

ગુજરાતમાં ખેડૂતો માટે કામના સમાચાર, જો નહીં કરાવો આ કામ તો પીએમ કિસાન યોજનાનો અટકી જશે ૨૦ મો હપ્તો…

ખેડૂતો રવિ સિઝન માટે ખાતર- બિયારણની વ્યવસ્થા કરી શકશે

કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું હતું કે પૂરને કારણે સરહદી વિસ્તારોના ખેડૂતોને નોંધપાત્ર નુકસાન થયું છે. પૂરના પાણીમાં તેમના પાકને નુકસાન થયું છે અને પશુધનનું પણ મૃત્યુ થયું છે. જયારે હજારો હેક્ટર જમીનમાં ઉભો પાક ડૂબી ગયો છે. વડા પ્ર્ધાન નરેન્દ્ર મોદીએ આ મુશ્કેલ પરિસ્થિતિમાં ખેડૂતોને રાહત માટે રકમ જમા કરાવી છે. આનાથી ખેડૂતો રવિ સિઝન માટે ખાતર અને બિયારણની વ્યવસ્થા કરી શકશે.

પીએમ જનમન હેઠળ ગુજરાતમાં પીએમ આવાસ-ગ્રામીણ યોજના અંતર્ગત 12,489 આવાસો મંજૂર કરવામાં આવ્યા

10 કરોડ ખેડૂતોને પીએમ કિસાન યોજનાનો લાભ

જયારે દેશના અન્ય ખેડૂતોને પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો દિવાળી પૂર્વે જમા કરાવવામાં આવી શકે છે.
જેમાં દેશભરના અંદાજે 10 કરોડ ખેડૂતો પીએમ કિસાન યોજનાનો લાભ લે છે. આમાંથી ઉત્તર પ્રદેશમાં 2 કરોડથી વધુ ખેડૂતો છે. પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોને રૂપિયા 2,000નો હપ્તો આપવામાં આવે છે.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button