નેશનલ

કેન્દ્ર સરકારે મૂડી ખર્ચ વધારવા માટે વ્યાજમુક્ત ઋણ મંજૂર કર્યુંઃ ગુજરાતને ₹ 2,209 કરોડ ફાળવ્યા

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ (FY) 2025 અને 2026 માટે રાજ્યોને મૂડી ખર્ચ માટે 50 વર્ષની મુદતનું વ્યાજમુક્ત લોન આપવાની યોજના હેઠળ ₹ 1.5 લાખ કરોડ (અથવા ₹ 1.5 ટ્રિલિયન) ફાળવ્યા છે. આ માહિતી નાણાં રાજ્ય પ્રધાન પંકજ ચૌધરીએ સંસદમાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં આપી હતી.

આ ઋણ ‘રાજ્યોને મૂડી રોકાણ માટે વિશેષ સહાયતા (SASC-I)’ યોજના હેઠળ આપવામાં આવે છે, જેનો ઉદ્દેશ્ય રાજ્યોમાં મૂડીગત ખર્ચ (Capital Expenditure) વધારવાનો છે. આ યોજના માત્ર રાજ્યોને જ નહીં, પરંતુ નાણાકીય વર્ષ 2025-26થી વિધાનમંડળ ધરાવતા કેન્દ્રશાસિત પ્રદેશો (UTs)ને પણ લાગુ કરવામાં આવી છે.

સરકારની આ યોજના રાજ્યોને ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વિકાસ પ્રોજેક્ટ્સમાં નોંધપાત્ર રોકાણ કરવા માટે પ્રોત્સાહિત કરશે, કારણ કે આ ઋણ 50 વર્ષની લાંબી મુદત માટે સંપૂર્ણપણે વ્યાજમુક્ત કરવાની છે. આ યોજના અંતર્ગત ગુજરાતને 27 નવેમ્બર 2025 સુધીમાં 2209.62 કરોડ રૂપિયા જારી કરવામાં આવ્યા છે, જે અંતર્ગત પ્રસ્તાવિત વિકાસ યોજનાઓની સંખ્યા 80 છે.

સૌથી વધુ ઋણ સહાય ઉત્તર પ્રદેશને 8465.03 કરોડ રૂપિયા જારી કરવામાં આવ્યા છે. આસામને 5041.94 કરોડ, રાજસ્થાનને 4113.12 કરોડ, બિહારને 3952.39 કરોડ, મધ્ય પ્રદેશને 3809.91 કરોડ, પશ્ચિમ બંગાળને 3540.52 કરોડ, આંધ્ર પ્રદેશને 3492.40 કરોડની ઋણ સહાય જારી કરવામાં આવી છે.

આપણ વાંચો:  સંચાર સાથી એપ પર વિવાદ બાદ જ્યોતિરાદિત્ય સિંધિયાએ શું આપ્યું મોટું નિવેદન?

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button