નેશનલ

Gold Purchase: વિશ્વભરની મધ્યસ્થ બેંકોમાં કેમ લાગી છે સોનું ખરીદવાની હોડ, જાણો કારણો…

નવી દિલ્હી : વિશ્વમાં સોનું આજે પણ સૌથી કિંમતી ધાતુ છે. સોનું એક એવી ધાતુ છે જે ક્યારેય તેનું મૂલ્ય ગુમાવતી નથી.તેમજ કોઇપણ દેશની મધ્યસ્થ બેંકો માટે તેનું રિઝર્વ હંમેશા મહત્વનું છે. જોકે,હાલમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓ અંગે વિશ્વભરના દેશોમાં ચિંતા વધી છે. જેમાં અમુક દેશોને અમેરિકા દ્વારા આર્થિક પ્રતિબંધોનો ડર છે. જેના પગલે વિવિધ દેશોની મધ્યસ્થ બેંકોએ સોનાની ખરીદી(Gold Purchase)શરૂ કરી છે.

Also read : An Evening in Paris: પીએમ મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન સાથે મુલાકાત કરી

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા સોનાની ખરીદીમાં બીજા સ્થાને

જ્યારે ગત વર્ષે વિવિધ દેશોની મધ્યસ્થ બેંકોએ સૌથી વધુ સોનું ખરીદ્યું હતું. માહિતી અનુસાર છેલ્લા ત્રણ વર્ષથી વિશ્વની મધ્યસ્થ બેંકો દર વર્ષે 1000 ટનથી વધુ સોનું ખરીદી રહી છે. વર્ષ 2024 માં વિશ્વની બેંકોએ 1045 ટન સોનું ખરીદ્યું. જેમાં વર્ષ 2024માં સોનું ખરીદનારા દેશોમાં નેશનલ બેંક ઓફ પોલેન્ડ પ્રથમ ક્રમે રહી. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા બીજા સ્થાને અને સેન્ટ્રલ બેંક ઓફ તુર્કીએ ત્રીજા સ્થાને રહી.

વર્ષ 2023 માં વિશ્વની મધ્યસ્થ બેંકોએ 1037 ટન સોનાની ખરીદી કરી

પાછલા વર્ષે એટલે કે 2022 માં, વિશ્વની બેંકોએ રેકોર્ડ પ્રમાણમાં સોનું ખરીદ્યું હતું. આ વર્ષે કેન્દ્રીય બેંકોએ 1136 ટન સોનું ખરીદ્યું. ૧૯૫૦ પછી સોનાની આ સૌથી વધુ ખરીદી હતી. આરબીઆઇ એ વર્ષ 2024 માં તેના સોનાના સ્ટોકમાં 72.6 ટનનો વધારો કર્યો છે. જ્યારે સોનાની ખરીદીમાં પ્રથમ સ્થાને રહેલી નેશનલ બેંક ઓફ પોલેન્ડે વર્ષ 2024માં 90 ટન સોનું ખરીદ્યું છે.

એક કેલેન્ડર વર્ષમાં 72.6 ટન સોનું ખરીદાયું

ડિસેમ્બર 2024 ના અંત સુધીમાં આરબીઆઇ પાસે સોનાનો 876.18 ટન ભંડાર હતો. જેની કિંમત 66.2 બિલિયન ડોલર હતી. એક કેલેન્ડર વર્ષમાં 72.6 ટન સોનું ખરીદાયું. જ્યારે વર્ષ 2024માં સોનાની ખરીદી વર્ષ 2021 પછી સૌથી વધુ રહી છે આને વર્ષ 2017માં સોનાની ખરીદી શરૂ થઈ ત્યારથી કોઈપણ કેલેન્ડર વર્ષમાં બીજા ક્રમે છે.

પોલેન્ડની સેન્ટ્રલ બેંકે વર્ષ 2024માં 90 ટન સોનાની ખરીદી કરી

વર્ષ 2024 માં નેશનલ બેંક ઓફ પોલેન્ડ સોનાની સૌથી મોટી ખરીદ દાર હતી. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ અનુસાર, પોલેન્ડની સેન્ટ્રલ બેંકે વર્ષ 2024માં 90 ટન સોનાની ખરીદી કરી. તેનો સોનાનો ભંડાર વધીને 448 ટન થયો છે.તુર્કીની સેન્ટ્રલ બેંકે 2024 માં 75 ટન સોનાની ખરીદી કરી. તુર્કીનો કુલ સોનાનો ભંડાર 585 ટન પર પહોંચી ગયો છે. ભારત 72 ટન સોનાની ખરીદી સાથે બીજા સ્થાને રહ્યું.

ચીને વર્ષ 2024માં 34 ટન સોનાની ખરીદી કરી

ગોલ્ડ કાઉન્સિલ અનુસાર ચીને વર્ષ 2024માં 34 ટન સોનાની ખરીદી કરી. પરંતુ ચીનનો સોનાનો ભંડાર ભારત કરતા લગભગ ત્રણ ગણો વધારે છે. ચીન પાસે 2264 ટન સોનાનો ભંડાર છે. વર્ષ 2024માં સોનાના મુખ્ય ખરીદદારોમાં હંગેરી-16 ટન , સર્બિયા- 8 ટન , જ્યોર્જિયા -7 ટન , ઉઝબેકિસ્તાન- 11 ટન અને ચેક રિપબ્લિકે 2 ટનનો સમાવેશ થાય છે.

સોનાની ખરીદી પાછળ ઘણા ભૂ-રાજકીય કારણો

સોનાની ખરીદી પાછળ ઘણા ભૂ-રાજકીય કારણો છે. પરંતુ અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પનું વાપસી અને ટ્રમ્પની અસ્થિર વેપાર નીતિઓ, વેપાર હથિયાર તરીકે ટેરિફનો ઉપયોગ, હમાસ-ઇઝરાયલ યુદ્ધ, યુક્રેન-રશિયા યુદ્ધ સહિતના કારણે વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતાનું વાતાવરણ છે. તેથી વિશ્વભરની બેંકો સોનું ખરીદી રહી છે. કારણ કે સોનું એક એવી ધાતુ છે જે ક્યારેય તેનું મૂલ્ય ગુમાવતી નથી.

Also read : કુંભમાં ‘ગુજરાતી’ પેવેલિયનની બોલબાલાઃ સૌરાષ્ટ્રના ગાંઠિયા ને રોટલાનો લાગ્યો ચસ્કો…

રિઝર્વ બેંક સંતુલિત અનામત પોર્ટફોલિયો જાળવવા કાર્યરત

જ્યારે આરબીઆઇ સોનાની મોટા પાયે ખરીદી કરી રહ્યું છે. વૈશ્વિક કેન્દ્રીય બેંકોમાં સોનાના મુખ્ય ખરીદ દારોમાંનું એક છે. આરબીઆઈની સોનાની ખરીદી અંગે સીતારમણે કહ્યું કે, રિઝર્વ બેંક સંતુલિત અનામત પોર્ટફોલિયો જાળવવા માટે સોનું એકઠું કરી રહી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ પગલું ભારતની ડોલરથી દૂર જવા અથવા વૈકલ્પિક આંતરરાષ્ટ્રીય ચુકવણી પદ્ધતિઓ પર ભાર મૂકવાને બદલે તેના અનામતને વૈવિધ્યીકરણ કરવાની વ્યૂહરચનાનો એક ભાગ છે.

સંબંધિત લેખો

Back to top button